પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યૂના
1. તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી.
2. તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.
3. કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.
4. ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.
5. પાણીની ભીંસથી હું મરવા જેવો થઇ ગયો હતો, મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો, મારા માથા ફરતે દરિયાઇ વેલા વીંટાઇ ગયા હતા.
6. હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો, પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો. તોપણ હે મારા દેવ, યહોવા તેઁ મને ઉંડી કબરમાંથી બહાર કાઢયો.
7. જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું. મેં યહોવાને યાદ કર્યાં; મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.
8. લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.
9. પણ હું બલિઓ અપીર્શ અને તમને ધન્યવાદ આપીશ. હું મારા વચનો જાળવીશ. તારણ યહોવાથી છે.”
10. યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.
Total 4 પ્રકરણો, Selected પ્રકરણ 2 / 4
1 2 3 4
1 તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી. 2 તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો. 3 કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો. 4 ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ. 5 પાણીની ભીંસથી હું મરવા જેવો થઇ ગયો હતો, મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો, મારા માથા ફરતે દરિયાઇ વેલા વીંટાઇ ગયા હતા. 6 હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો, પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો. તોપણ હે મારા દેવ, યહોવા તેઁ મને ઉંડી કબરમાંથી બહાર કાઢયો. 7 જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું. મેં યહોવાને યાદ કર્યાં; મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી. 8 લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત. 9 પણ હું બલિઓ અપીર્શ અને તમને ધન્યવાદ આપીશ. હું મારા વચનો જાળવીશ. તારણ યહોવાથી છે.” 10 યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.
Total 4 પ્રકરણો, Selected પ્રકરણ 2 / 4
1 2 3 4
×

Alert

×

Gujarati Letters Keypad References