પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
એઝેકીએલ
1. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2. “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ [એટલે] વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી [બીજા] કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે?
3. શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?
4. જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?
5. જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્‍ન નિરુપયોગી છે.
6. એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ.
7. હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
8. તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.

Notes

No Verse Added

Total 48 Chapters, Current Chapter 15 of Total Chapters 48
એઝેકીએલ 15:1
1. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2. “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે?
3. શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?
4. જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?
5. જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્‍ન નિરુપયોગી છે.
6. એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ હું યરુશાલેમના રહેવાસીઓને અગ્નિને હવાલે કરીશ.
7. હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
8. તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.
Total 48 Chapters, Current Chapter 15 of Total Chapters 48
×

Alert

×

gujarati Letters Keypad References