પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
1 કાળવ્રત્તાંત
1. યહૂદાના પુત્રો: પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.
2. શોબાલનો પુત્ર રઆયા યાહાથનો પિતા હતો. યાહાથ અહૂમાય અને લાહાદનો પૂર્વજ હતો. સોરાથીઓ એમના વંશજો છે.
3. એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી.
4. ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર, તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા.
5. તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ.
6. તેને નાઅરાહને પેટે અહૂઝઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા.
7. હેલઆહથી તેને જન્મેલા પુત્રો: સેરેથ, ઝોહાર, એથ્નાન અને હાક્કોસ.
8. આનૂમ અને સોબેબાહનો પિતા હાક્કોસ હતો; વળી તે હારુનના પુત્ર અહાહેલના નામથી ઓળખાતા અહાહેલ કુલસમૂહોનો પૂર્વજ હતો.
9. યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.”
10. યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.
11. (11-12) રેખાહના વંશજો; શૂહાહનો ભાઈ કલૂબ હતો, તેનો પુત્ર મહીર થયો. તે એસ્તોનનો પિતા હતો. એસ્તોન બેથરાફા, પાસેઆહ અને તહિન્નાહના પિતા તે એસ્તોન હતા. તહિન્નાહ ઇર્નાહાશના પિતા હતા.
12.
13. કનાઝના પુત્રો: ઓથ્નીએલ અને સરાયા, ઓથ્ની-એલના પુત્રો: હથાથ અને મઓનોથાય.
14. મઓનોથાય ઓફ્રાહના પિતા હતા, સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ”નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.
15. યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ.
16. યહાલ્લેલએલના પુત્રો: ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારએલ.
17. (17-18) એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી, તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ(ઝાનાઈઓના સંસ્થાપક)ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા.
18.
19. હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા.
20. શિમોનના પુત્રો: આમ્મોન, રિન્નાહ, બેન-હાનાન અને તીલોન, યિશઇના પુત્રો: ઝોહેથ અને બેન-ઝોહેથ,
21. યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;
22. યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો.
23. એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા.
24. શિમોનના પુત્રો: નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઉલ,
25. શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પુત્ર મિબ્સામ, તેનો પુત્ર મિશ્મા.
26. મિશ્માના પુત્રો: પુત્ર હામ્મુએલ, તેનો પુત્ર ઝાક્કૂર, ને તેનો પુત્ર શિમઈ.
27. શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ હતી: પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં, તેમજ તેઓનું આખું કુલસમૂહ યહૂદાના કુલસમૂહોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.
28. તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં;
29. બિલ્લાહમાં એસેમમાં, તોલાદમાં,
30. બથુએલમાં; હોર્માહમાં; સિકલાગમાં;
31. બેથ-માર્કબોથમાં, હસાર-સૂસીમમાં, બેથ-બીરઈમાં તથા શાઅરાઈમમાં રહેતા હતા, દાઉદના અમલ સુધી એ નગરો પર તેઓ શાસન કરતાં હતા.
32. તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન;
33. તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફનઁા સર્વ ગામો પણ તેઓનાં હતા, એ તેઓનાં રહેઠાણ હતા, તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.
34. મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ;
35. યોએલ તથા અશીએલના પુત્ર સરાયા જેનો પુત્ર યોશિબ્યા અને તેનો પુત્ર યેહૂ;
36. એલ્યોએનાય, યાઅકોબાહ, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ તથા બનાયા;
37. શમાયાના પુત્ર શિમ્રી, તેનો પુત્ર યદાયા, તેનો પુત્ર આલ્લોન, તેનો પુત્ર શિફઈ, તેનો પુત્ર ઝીઝા.
38. આ બધા પુરુષો પોતાનંા કુટુંબોના સરદારો હતા; તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.
39. ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા.
40. તેઓને ઉત્તમ ચરાણ મળ્યું, તે પ્રદેશ શાંત અને સુરક્ષિત હતો, હામના વંશજો ત્યાં ભૂતકાળમાં રહેતા હતા.
41. યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.
42. ત્યારબાદ શિમોનના કુલસમૂહના પાંચસો પુરુષો સેઈર પર્વત સુધી ગયા, તેઓના સરદારો પલાટયા, નઆર્યા, રફાયા, અને ઉઝઝીએલ હતા, એ સર્વ યિશઈના પુત્રો હતા.
43. ત્યાં આગળ જે અમાલેકીઓ બચી ગયા હતા તેઓનો તેઓએ સંહાર કર્યો, ત્યારથી તેઓ ત્યાં વસેલા છે.
Total 29 પ્રકરણો, Selected પ્રકરણ 4 / 29
1 યહૂદાના પુત્રો: પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ. 2 શોબાલનો પુત્ર રઆયા યાહાથનો પિતા હતો. યાહાથ અહૂમાય અને લાહાદનો પૂર્વજ હતો. સોરાથીઓ એમના વંશજો છે. 3 એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી. 4 ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર, તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા. 5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ. 6 તેને નાઅરાહને પેટે અહૂઝઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા. 7 હેલઆહથી તેને જન્મેલા પુત્રો: સેરેથ, ઝોહાર, એથ્નાન અને હાક્કોસ. 8 આનૂમ અને સોબેબાહનો પિતા હાક્કોસ હતો; વળી તે હારુનના પુત્ર અહાહેલના નામથી ઓળખાતા અહાહેલ કુલસમૂહોનો પૂર્વજ હતો. 9 યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.” 10 યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી. 11 (11-12) રેખાહના વંશજો; શૂહાહનો ભાઈ કલૂબ હતો, તેનો પુત્ર મહીર થયો. તે એસ્તોનનો પિતા હતો. એસ્તોન બેથરાફા, પાસેઆહ અને તહિન્નાહના પિતા તે એસ્તોન હતા. તહિન્નાહ ઇર્નાહાશના પિતા હતા. 12 13 કનાઝના પુત્રો: ઓથ્નીએલ અને સરાયા, ઓથ્ની-એલના પુત્રો: હથાથ અને મઓનોથાય. 14 મઓનોથાય ઓફ્રાહના પિતા હતા, સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ”નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા. 15 યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ. 16 યહાલ્લેલએલના પુત્રો: ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારએલ. 17 (17-18) એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી, તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ(ઝાનાઈઓના સંસ્થાપક)ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા. 18 19 હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા. 20 શિમોનના પુત્રો: આમ્મોન, રિન્નાહ, બેન-હાનાન અને તીલોન, યિશઇના પુત્રો: ઝોહેથ અને બેન-ઝોહેથ, 21 યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો; 22 યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો. 23 એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા. 24 શિમોનના પુત્રો: નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઉલ, 25 શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પુત્ર મિબ્સામ, તેનો પુત્ર મિશ્મા. 26 મિશ્માના પુત્રો: પુત્ર હામ્મુએલ, તેનો પુત્ર ઝાક્કૂર, ને તેનો પુત્ર શિમઈ. 27 શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ હતી: પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં, તેમજ તેઓનું આખું કુલસમૂહ યહૂદાના કુલસમૂહોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ. 28 તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં; 29 બિલ્લાહમાં એસેમમાં, તોલાદમાં, 30 બથુએલમાં; હોર્માહમાં; સિકલાગમાં; 31 બેથ-માર્કબોથમાં, હસાર-સૂસીમમાં, બેથ-બીરઈમાં તથા શાઅરાઈમમાં રહેતા હતા, દાઉદના અમલ સુધી એ નગરો પર તેઓ શાસન કરતાં હતા. 32 તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન; 33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફનઁા સર્વ ગામો પણ તેઓનાં હતા, એ તેઓનાં રહેઠાણ હતા, તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે. 34 મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ; 35 યોએલ તથા અશીએલના પુત્ર સરાયા જેનો પુત્ર યોશિબ્યા અને તેનો પુત્ર યેહૂ; 36 એલ્યોએનાય, યાઅકોબાહ, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ તથા બનાયા; 37 શમાયાના પુત્ર શિમ્રી, તેનો પુત્ર યદાયા, તેનો પુત્ર આલ્લોન, તેનો પુત્ર શિફઈ, તેનો પુત્ર ઝીઝા. 38 આ બધા પુરુષો પોતાનંા કુટુંબોના સરદારો હતા; તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં. 39 ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા. 40 તેઓને ઉત્તમ ચરાણ મળ્યું, તે પ્રદેશ શાંત અને સુરક્ષિત હતો, હામના વંશજો ત્યાં ભૂતકાળમાં રહેતા હતા. 41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો. 42 ત્યારબાદ શિમોનના કુલસમૂહના પાંચસો પુરુષો સેઈર પર્વત સુધી ગયા, તેઓના સરદારો પલાટયા, નઆર્યા, રફાયા, અને ઉઝઝીએલ હતા, એ સર્વ યિશઈના પુત્રો હતા. 43 ત્યાં આગળ જે અમાલેકીઓ બચી ગયા હતા તેઓનો તેઓએ સંહાર કર્યો, ત્યારથી તેઓ ત્યાં વસેલા છે.
Total 29 પ્રકરણો, Selected પ્રકરણ 4 / 29
×

Alert

×

Gujarati Letters Keypad References