1. [QS]યહોવાહની આગળ નવું ગીત ગાઓ; [QE][QS]આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ. [QE]
2. [QS]યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; [QE][QS]તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો. [QE]
3. [QS]વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, [QE][QS]સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો. [QE]
4. [QS]કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. [QE][QS]સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. [QE]
5. [QS]કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, [QE][QS]પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં. [QE]
6. [QS]ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. [QE][QS]સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે. [QE]
7. [QS]લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, [QE][QS]ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. [QE]
8. [QS]યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. [QE][QS]અર્પણ લઈને તેમના આંગણામાં આવો. [QE]
9. [QS]પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. [QE][QS]આખી પૃથ્વી, તેમની આગળ કંપો. [QE]
10. [QS]વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” [QE][QS]જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. [QE][QS]તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. [QE]
11. [QS]આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; [QE][QS]સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. [QE]
12. [QS]ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. [QE][QS]વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે [QE]
13. [QS]યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. [QE][QS]તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. [QE][QS]તે પ્રમાણિકપણે જગતનો [QE][QS]અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે. [QE]