1. [QS]હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; [QE][QS]તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે. [QE]
2. [QS]મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; [QE][QS]કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે. [QE]
3. [QS]જ્યારે મને બીક લાગશે, [QE][QS]ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ. [QE]
4. [QS]હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, [QE][QS]ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; [QE][QS]મનુષ્યમાત્ર મને શું કરનાર છે? [QE]
5. [QS]તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; [QE][QS]તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે. [QE]
6. [QS]તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે [QE][QS]અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, [QE][QS]તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે. [QE]
7. [QS]તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. [QE][QS]હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો. [QE]
8. [QS]તમે મારું ભટકવું જાણો છો [QE][QS]અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; [QE][QS]શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? [QE]
9. [QS]જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; [QE][QS]હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. [QE]
10. [QS]ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, [QE][QS]યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ. [QE]
11. [QS]ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; [QE][QS]માણસ મને શું કરનાર છે? [QE]
12. [QS]હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; [QE][QS]હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ. [QE]
13. [QS]કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; [QE][QS]તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, [QE][QS]કે જેથી હું ઈશ્વરની સમક્ષ, [QE][QS]જીવતાઓના અજવાળામાં ચાલું. [QE]