પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે; [QE][QS]હું કોનાથી બીહું ? [QE][QS]યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; [QE][QS]મને કોનો ભય લાગે? [QE]
2. [QS]જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, [QE][QS]ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. [QE]
3. [QS]જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, [QE][QS]તોપણ હું મનમાં ડરીશ નહિ; [QE][QS]જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, [QE][QS]તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. [QE]
4. [QS]યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: [QE][QS]કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, [QE][QS]જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું [QE][QS]અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. [QE]
5. [QS]કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; [QE][QS]તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. [QE][QS]તે મને ખડક પર ચઢાવશે! [QE]
6. [QS]પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે [QE][QS]અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! [QE][QS]હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! [QE][PBR]
7. [QS]હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! [QE][QS]મારા પર દયા કરીને મને ઉત્તર આપો! [QE]
8. [QS]મારું હૃદય તમારા વિષે કહે છે કે, [QE][QS]“તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ! [QE]
9. [QS]તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; [QE][QS]કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! [QE][QS]તમે મારા સહાયકારી થયા છો; [QE][QS]હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો! [QE]
10. [QS]જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, [QE][QS]તોપણ યહોવાહ મને સંભાળશે. [QE]
11. [QS]હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! [QE][QS]મારા શત્રુઓને લીધે [QE][QS]મને સરળ માર્ગે દોરી જાઓ. [QE]
12. [QS]મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, [QE][QS]કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા [QE][QS]મારી વિરુદ્ધ ઊઠ્યા છે! [QE]
13. [QS]આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! [QE]
14. [QS]યહોવાહની રાહ જો; [QE][QS]બળવાન થા અને હિંમત રાખ! [QE][QS]હા, યહોવાહની રાહ જો! [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 27 / 150
1 યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું ? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે? 2 જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. 3 જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. 4 યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. 5 કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે! 6 પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! 7 હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો! 8 મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ! 9 તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો! 10 જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે. 11 હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ. 12 મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે! 13 આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! 14 યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 27 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References