પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” [QE][QS]તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; [QE][QS]તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. [QE]
2. [QS]કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ [QE][QS]તે જોવાને યહોવાહે આકાશમાંથી [QE][QS]મનુષ્યો પર દ્રષ્ટિ કરી. [QE]
3. [QS]દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; [QE][QS]સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. [QE]
4. [QS]શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? [QE][QS]તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, [QE][QS]પણ યહોવાહને વિનંતિ કરતા નથી. [QE]
5. [QS]તેઓ બહુ ભયભીત થયા, [QE][QS]કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. [QE]
6. [QS]તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો [QE][QS]પણ યહોવાહ તો તેનો આશ્રય છે. [QE]
7. [QS]સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! [QE][QS]જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, [QE][QS]ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 14 / 150
1 મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. 2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. 3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. 4 શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી. 5 તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. 6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે. 7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 14 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References