1. [QS]હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; [QE][QS]હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. [QE][QS]તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ. [QE]
2. [QS]ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, [QE][QS]તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા. [QE]
3. [QS]તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: [QE][QS]હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ. [QE]
4. [QS]આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. [QE]
5. [QS]હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; [QE][QS]કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ. [QE]
6. [QS]હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો [QE][QS]અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; [QE][QS]તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી. [QE]
7. [QS]તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” [QE][QS]તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ. [QE]
8. [QS]તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, [QE][QS]તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; [QE][QS]હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.” [QE]
9. [QS]પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે [QE][QS]એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. [QE][QS]પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે. [QE]
10. [QS]તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” [QE][QS]તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, [QE][QS]પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.” [QE]
11. [QS]તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. [QE][QS]વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. [QE][QS]તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે. [QE]
12. [QS]તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે [QE][QS]તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; [QE][QS]કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે. [QE]
13. [QS]અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો [QE][QS]અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, [QE][QS]જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે. [QE]
14. [QS]જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; [QE][QS]તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; [QE][QS]ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ. [QE]
15. [QS]જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; [QE][QS]તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ. [QE]