પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને [QBR] કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું [QBR] પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.” [PE][PS]
2. તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે. [PE][PS]
3. ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે.
4. જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે. [PE][PS]
5. ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.
6. તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે. [PE]

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 4 of Total Chapters 66
યશાયા 4:16
1. તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને
કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું
પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.” PEPS
2. તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે. PEPS
3. ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે.
4. જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે. PEPS
5. ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.
6. તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે. PE
Total 66 Chapters, Current Chapter 4 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References