પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. “હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ.
2. ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા.
3. તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”
4. અમારો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, અને જે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર છે તે એવું કહે છે].
5. “હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.
6. હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.
7. વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.
8. હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ:
9. આ બન્ને વિપત્તિઓ, [એટલે] વૈધવ્ય તથા પુત્રહાનિ, એક દિવસે એક ક્ષણમાં તારા પર આવી પડશે; તારાં પુષ્કળ જાદુ છતાં, તથા તારા ઘણા ધંતરમંતર છતાં, તેઓ સંપૂર્ણપણે તારા પર આવશે.
10. તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું જ છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’
11. માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.
12. જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.
13. અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.
14. જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
15. જેઓને માટે તું શ્રમ કરતી આવી છે, તેઓ તારે માટે તેવાં જ થશે; નાનપણતી તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા ભટકતા પોતપોતાને સ્થાને જશે; તને બચાવનાર કોઈ મળશે નહિ.

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 47 of Total Chapters 66
યશાયા 47:7
1. “હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ.
2. ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા.
3. તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”
4. અમારો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, અને જે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે તે એવું કહે છે.
5. “હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.
6. હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.
7. વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં વાત ધ્યાનમાં લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.
8. હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું સાંભળ:
9. બન્ને વિપત્તિઓ, એટલે વૈધવ્ય તથા પુત્રહાનિ, એક દિવસે એક ક્ષણમાં તારા પર આવી પડશે; તારાં પુષ્કળ જાદુ છતાં, તથા તારા ઘણા ધંતરમંતર છતાં, તેઓ સંપૂર્ણપણે તારા પર આવશે.
10. તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’
11. માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.
12. જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.
13. અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.
14. જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
15. જેઓને માટે તું શ્રમ કરતી આવી છે, તેઓ તારે માટે તેવાં થશે; નાનપણતી તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા ભટકતા પોતપોતાને સ્થાને જશે; તને બચાવનાર કોઈ મળશે નહિ.
Total 66 Chapters, Current Chapter 47 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References