પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ગીતશાસ્ત્ર
1. હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
2. તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો. જુઓ તેના પાયા હલી ગયા છે.
3. તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો, તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
4. તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.
5. આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો. મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.
6. જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું, “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ; અને સુક્કોથની ખીણ મારા લોકમાં વહેંચીશ,” ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
7. ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે; અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે.
8. મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે. હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”
9. મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10. હે દેવ, શું તમે અમને તજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11. હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો; કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12. દેવના સાથથી અમે પરાક્રમો કરીશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 60 / 150
1 હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો. 2 તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો. જુઓ તેના પાયા હલી ગયા છે. 3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો, તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે. 4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે. 5 આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો. મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો. 6 જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું, “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ; અને સુક્કોથની ખીણ મારા લોકમાં વહેંચીશ,” ત્યારે હું ખૂબ ખુશ થઇશ. 7 ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે; અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે. 8 મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે. હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.” 9 મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે? 10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી. 11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો; કારણ, માણસોની સહાય વ્યર્થ છે. 12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 60 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References