પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1 શમુએલ
1. હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.
2. અને પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો.
3. બીજે દિવસે આશ્દોદીઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, દાગોન યહોવાના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગાએ પાછો બેસાડ્યો.
4. બીજે દિવસે તેઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, યહોવાના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. વળી દાગોનનું શિર તથા તેની બન્‍ને હથેલી ઉંબરા પર છૂટાં પડેલાં હતાં; કેવળ દાગોન [નું ધડ] રહ્યું હતું.
5. માટે દાગોનના યાજક કે, જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના ઉંબરા પર પગ મૂકતા નથી.
6. પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.
7. આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે, ત્યારે તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી સાથે રખાય નહિ; કેમ કે તેનો હાથ આપણા પર ને આપણા દેવ દાગોન ઓર સખત છે.”
8. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું આપણે કેમ કરવું?” ત્યારે તેઓએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ.” એટલે તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ [ત્યાં] લઈ ગયા.
9. તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
10. તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ બૂમ પાડી, “તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે.”
11. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો.
12. જે માણસો મરી ગયા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી; અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.

Notes

No Verse Added

Total 31 Chapters, Current Chapter 5 of Total Chapters 31
1 શમુએલ 5:1
1. હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.
2. અને પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો.
3. બીજે દિવસે આશ્દોદીઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, દાગોન યહોવાના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગાએ પાછો બેસાડ્યો.
4. બીજે દિવસે તેઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, યહોવાના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. વળી દાગોનનું શિર તથા તેની બન્‍ને હથેલી ઉંબરા પર છૂટાં પડેલાં હતાં; કેવળ દાગોન નું ધડ રહ્યું હતું.
5. માટે દાગોનના યાજક કે, જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના ઉંબરા પર પગ મૂકતા નથી.
6. પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.
7. આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે, ત્યારે તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી સાથે રખાય નહિ; કેમ કે તેનો હાથ આપણા પર ને આપણા દેવ દાગોન ઓર સખત છે.”
8. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું આપણે કેમ કરવું?” ત્યારે તેઓએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ.” એટલે તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા.
9. તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
10. તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ બૂમ પાડી, “તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે.”
11. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો.
12. જે માણસો મરી ગયા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી; અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.
Total 31 Chapters, Current Chapter 5 of Total Chapters 31
×

Alert

×

gujarati Letters Keypad References