પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ન હેમ્યા
1. જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓ આ છે: સરાયા, યર્મિયા, એઝરા;
2. અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ;
3. શખાન્યા, રહૂમ, મરેમોથ;
4. ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા;
5. મીયામીન, માદ્યા, બિલ્ગા;
6. શમાયા, યોયારીબ, યદાયા,
7. સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઇઓમાંના મુખ્ય માણસો હતા.
8. વળી લેવીઓ: યેશુઆ, બિન્નૂઇ, કાહ્મીએલ, શેરેબ્યા, યહૂદા [તથા] માત્તાન્યા (તે તથા તેના ભાઈઓ ગવૈયાઓના ઉપરી હતા).
9. બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી પહેરો ભરતા.
10. યેશૂઆથી યોયાકિમ થયો, યોઆકિમથી એલ્યાશીબ થયો, એલ્યાશીબથી યોયાદા થયો,
11. યોયાદાથી યોનાથાન થયો, અને યોનાથાનથી યાદૂઆ થયો.
12. યોયાકિમના સમયમાં યાજકો, એટલે પિતૃઓનાં કુટુંબોના વડીલો આ હતા: સરાયાનો મરાયા, યર્મિયાનો હનાન્યા,
13. એઝરાનો મશુલ્લામ, અમાર્યાનો યહોહાનાન,
14. મેલીકુનો યોનાથાન, શબાન્યાનો યૂસફ,
15. હારીમનો આદના, મરાયોથનો હેલ્કાય.
16. ઈદ્દોનો ઝખાર્યા, ગિન્નથોનનો મશુલ્લામ,
17. અબિયાનો ઝિખ્રી, મિન્યામીનનો તથા મોઆદ્યાનો પિલ્ટાય,
18. બિલ્ગાનો શામ્મૂઆ, શમાયાનો યહોનાથાન,
19. યોયારીબનો માત્તાનાય, યદાયાનો ઉઝ્‍ઝિ.
20. સાલ્લા-યનો કાલ્લાય. આમોકનો એબેર,
21. હિલ્કિયાનો હશાબ્યા, અને યદાયાનો નથાનિયેલ.
22. એલ્યાશીબ, યોયાદ, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓ તેઓનાં પિતૃઓનાં કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા; અને દાર્યાવેશ ઇરાનની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા.
23. લેવીના જે પુત્રો તેઓના પિતૃઓનાં કુટુંબના વડીલો હતા, તે જ કાળવૃત્તાંતોના પુસ્તકમાં એલ્યાશીબના પુત્ર યોહાનાનના દિવસો સુધી નોંધાયા હતા.
24. લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા.
25. માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ, એઓ ભાગળોના ભંડારો પર ચોકીદારો હતા.
26. એઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં, તેમ જ નહેમ્યા સરસૂબાના તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.
27. યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.
28. ગવૈયાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.
29. વળી તેઓ બેથ-ગિલ્ગાલથી તથા ગેબાનાં અને આઝમાવેથનાં ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગવૈયાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યાં હતાં.
30. યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
31. પછી હું યહૂદિયાના સરદારોને કોટ પર લાવ્યો, ને મેં આભારસ્તુતિ કરનારી તથા સરઘસરૂપે ફરનારી બે મોટી ટોળી ઠરાવી. [તેમાંની એક] જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ [ચાલી];
32. તેઓની પાછળ હોશીયા તથા યહૂદાના અડધા સરદારો.
33. અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
34. યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,
35. તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા; આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
36. તથા તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનિયેલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વરભકત દાઉદનાં વાજિંત્ર લઈને [ચાલ્યા]. એઝરા શાસ્ત્રી તેઓની આગળ [ચાલતો] હતો.
37. કારંજાને દરવાજેથી સીધા આગળ [ચાલીને] દાઉદનગરનાં પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ [ગયા].
38. આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની સામે ગઈ, હું અડધા લોકની સાથે તેઓની પાછળ કોટ ઉપર ભઠ્ઠીઓના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
39. એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી [ગયો]. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા.
40. ઈશ્વરના મંદિરમાં આભારસ્તુતિ કરનારી બન્ને ટોળીઓ ઊભી રહી, હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ [ઊભા રહ્યા].
41. એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, હઝાર્યા, હનાન્યા, એ યાજકો રણશિંગડાં લઈને [ઊભા રહ્યા];
42. માસેયા, શમાયા, એલાઝાર, ઉઝ્ઝિ, યહોહાનાન, માલ્કિયા, એલામ તથા એઝેર પણ તેની જ રીતે ઊભા રહ્યા હતા. ગવૈયાઓ પોતાના ઉપરી યિઝાહ્યા સાથે મોટેથી ગાતા હતા.
43. તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.
44. તે દિવસે ભંડારો, ઉચ્છીલીયાર્પણો, પ્રથમ ફળો, તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે, તેઓ નગરનાં ખેતરો પ્રમાણે, યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
45. તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે, પોતાના ઈશ્વરનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું.
46. કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવૈયો હતો, વળી ઈશ્વરના સ્તવનનાં તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં. P
47. ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા. અને લેવીઓ હારુનના પુત્રોને માટે અર્પણ કરતા.

Notes

No Verse Added

Total 13 Chapters, Current Chapter 12 of Total Chapters 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
ન હેમ્યા 12
1. જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓ છે: સરાયા, યર્મિયા, એઝરા;
2. અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ;
3. શખાન્યા, રહૂમ, મરેમોથ;
4. ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા;
5. મીયામીન, માદ્યા, બિલ્ગા;
6. શમાયા, યોયારીબ, યદાયા,
7. સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઇઓમાંના મુખ્ય માણસો હતા.
8. વળી લેવીઓ: યેશુઆ, બિન્નૂઇ, કાહ્મીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા (તે તથા તેના ભાઈઓ ગવૈયાઓના ઉપરી હતા).
9. બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી પહેરો ભરતા.
10. યેશૂઆથી યોયાકિમ થયો, યોઆકિમથી એલ્યાશીબ થયો, એલ્યાશીબથી યોયાદા થયો,
11. યોયાદાથી યોનાથાન થયો, અને યોનાથાનથી યાદૂઆ થયો.
12. યોયાકિમના સમયમાં યાજકો, એટલે પિતૃઓનાં કુટુંબોના વડીલો હતા: સરાયાનો મરાયા, યર્મિયાનો હનાન્યા,
13. એઝરાનો મશુલ્લામ, અમાર્યાનો યહોહાનાન,
14. મેલીકુનો યોનાથાન, શબાન્યાનો યૂસફ,
15. હારીમનો આદના, મરાયોથનો હેલ્કાય.
16. ઈદ્દોનો ઝખાર્યા, ગિન્નથોનનો મશુલ્લામ,
17. અબિયાનો ઝિખ્રી, મિન્યામીનનો તથા મોઆદ્યાનો પિલ્ટાય,
18. બિલ્ગાનો શામ્મૂઆ, શમાયાનો યહોનાથાન,
19. યોયારીબનો માત્તાનાય, યદાયાનો ઉઝ્‍ઝિ.
20. સાલ્લા-યનો કાલ્લાય. આમોકનો એબેર,
21. હિલ્કિયાનો હશાબ્યા, અને યદાયાનો નથાનિયેલ.
22. એલ્યાશીબ, યોયાદ, યોહાનાન તથા યાદુઆના સમયમાં લેવીઓ તેઓનાં પિતૃઓનાં કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા; અને દાર્યાવેશ ઇરાનની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા.
23. લેવીના જે પુત્રો તેઓના પિતૃઓનાં કુટુંબના વડીલો હતા, તે કાળવૃત્તાંતોના પુસ્તકમાં એલ્યાશીબના પુત્ર યોહાનાનના દિવસો સુધી નોંધાયા હતા.
24. લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા.
25. માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ, એઓ ભાગળોના ભંડારો પર ચોકીદારો હતા.
26. એઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં, તેમ નહેમ્યા સરસૂબાના તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.
27. યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.
28. ગવૈયાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.
29. વળી તેઓ બેથ-ગિલ્ગાલથી તથા ગેબાનાં અને આઝમાવેથનાં ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગવૈયાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યાં હતાં.
30. યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
31. પછી હું યહૂદિયાના સરદારોને કોટ પર લાવ્યો, ને મેં આભારસ્તુતિ કરનારી તથા સરઘસરૂપે ફરનારી બે મોટી ટોળી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી;
32. તેઓની પાછળ હોશીયા તથા યહૂદાના અડધા સરદારો.
33. અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
34. યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,
35. તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા; આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
36. તથા તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનિયેલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વરભકત દાઉદનાં વાજિંત્ર લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.
37. કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરનાં પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.
38. આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની સામે ગઈ, હું અડધા લોકની સાથે તેઓની પાછળ કોટ ઉપર ભઠ્ઠીઓના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
39. એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી ગયો. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા.
40. ઈશ્વરના મંદિરમાં આભારસ્તુતિ કરનારી બન્ને ટોળીઓ ઊભી રહી, હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ ઊભા રહ્યા.
41. એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, હઝાર્યા, હનાન્યા, યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;
42. માસેયા, શમાયા, એલાઝાર, ઉઝ્ઝિ, યહોહાનાન, માલ્કિયા, એલામ તથા એઝેર પણ તેની રીતે ઊભા રહ્યા હતા. ગવૈયાઓ પોતાના ઉપરી યિઝાહ્યા સાથે મોટેથી ગાતા હતા.
43. તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.
44. તે દિવસે ભંડારો, ઉચ્છીલીયાર્પણો, પ્રથમ ફળો, તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે, તેઓ નગરનાં ખેતરો પ્રમાણે, યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
45. તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે, પોતાના ઈશ્વરનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું.
46. કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવૈયો હતો, વળી ઈશ્વરના સ્તવનનાં તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં. P
47. ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા. અને લેવીઓ હારુનના પુત્રોને માટે અર્પણ કરતા.
Total 13 Chapters, Current Chapter 12 of Total Chapters 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
×

Alert

×

gujarati Letters Keypad References