પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ન્યાયાધીશો
1. ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.
2. ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં.
3. બિન્યામીનીઓને સમાંચાર મળ્યા હતાં કે ઈસ્રાએલી મિસ્પાહમાં ભેગા થયા છે. ઈસ્રાએલીઓએ પૂછયું, “આ અધમ કૃત્ય કેવી રીતે કરવામાં આવ્યું, તે અમને જણાવો.”
4. લેવી માંણસ જેની ઉપપત્નીનું ખૂન થઈ ગયું હતું તેણે જવાબ આપ્યો, “હું અને માંરી ઉપપત્ની બિન્યામીનનાં ગિબયાહમાં રાતવાસો કરવા આવ્યાં.
5. ગિબયાહના લોકો માંરી વિરુદ્ધ થઈ ગયા અને તેમણે હું જે ઘરમાં હતો તેને ઘેરી લીધું. મને તેઓ માંરી નાખવા ઈચ્છતા હતાં; માંરી ઉપપત્ની ઉપર તેમણે બળાત્કાર ગુજાર્યો અને તે મૃત્યુ પામી.
6. તેથી મેં તેનું શબ કાપીને ટુકડા કર્યા અને એક એક ટુકડો ઈસ્રાએલનાં દરેક કુળસમૂહને મોકલી આપ્યો. કારણ તેઓએ ઈસ્રાએલમાં આ દુષ્ટ ગુનો કર્યો હતો.
7. હવે હે ઈસ્રાએલ પુત્રો, તમે બધા એ બાબતની ચર્ચા કરો અને અત્યારે ને અત્યારે શું કરવું તે જણાવો.”
8. બધા લોકો એકી સાથે સંમત થયા, તેઓ ઊભા થઈ ગયા અને બોલ્યા, “જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આપણે ન લાવીએ, અમાંરામાંનો કોઈ આપણા ઘરે હવે પાછો જશે નહિ,
9. અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું.
10. અમે ઈસ્રાએલના દરેક કુળસમૂહોમાંથી દર સો માંણસો લઈશું. દર હજાર માંણસોએ સો માંણસો લઈશું. અને દર દસહજાર માંણસોએ એક હજાર માંણસો લઈશું. તેઓ સૈન્યને માંટે ખોરાક પૂરો પાડશે. બાકીના બિન્યામીનના પ્રદેશમાં આવેલા ગિબયાહ સ્થળે જ્યાં તેઓએ ઈસ્રાએલમાં ખૂબજ ભયંકર કૃત્ય કર્યુ હતું તેની સજા કરવા જશે.”
11. આમ, ઈસ્રાએલના તમાંમ લોકો તે નગર ઉપર હુમલો કરવાને એકમત થઈને એકઠા થયા.
12. પછી ઈસ્રાએલના કુળસમૂહોએ તેના માંણસોને બિન્યામીનના કુળસમૂહ પાસે મોકલ્યા, જેઓએ તેમને કહ્યું, “જુઓ તમાંરા લોકોમાં આ ભયંકર કૃત્ય જે થયું છે!
13. ગિબયાહ એ તમાંરામાંના દુષ્ટ માંણસો, જેઓએ આ કર્યુ છે તેઓને અમાંરા હાથમાં સોંપી દેવા જોઈએ એટલે અમે તેમને માંરી નાખીએ અને ઈસ્રાએલમાં કરેલા એ પાપને ભૂસી નાખીએ.”પરંતુ બિન્યામીન કુળસમૂહના લોકોએ પોતાના બીજા ઈસ્રાએલી ભાઈઓનું કહ્યું સાંભળ્યું નહિ.
14. બિન્યામીનના કુળસમૂહમાં ત્યાં સર્વ નગરોમાંથી ઈસ્રાએલી સામે લડવા માંટે લોકો બહાર આવ્યા અને ગિબયાહમાં એકત્ર થયા.
15. તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો.
16. આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં.
17. બિન્યામીન કુળસમૂહ સિવાયના ઈસ્રાએલીઓ જે ત્યાં ભેગા થયા હતાં, તેઓ યુદ્ધ માંટે તાલિમ અપાયેલા 4,00,000 સશસ્ત્ર સૈનિકો હતાં.
18. યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?”યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.”
19. તેથી ઈસ્રાએલીઓએ વહેલી સવારે કૂચ કરી અને ગિબયાહ પાસે છાવણી નાખી.
20. ઈસ્રાએલના લોકો બિન્યામીન ઉપર હુમલો કરવા માંટે ગયા અને તેઓના લશ્કરને ગિબયાહ પર યુદ્ધ કરવા તૈયાર કર્યા.
21. બિન્યામીન કુળસમૂહના સૈનિકો લડવા માંટે ગિબયાહમાંથી બહાર આવ્યા તે દિવસે તેઓએ 22,000 ઈસ્રાએલીઓને રણભૂમિ ઉપર માંરી નાખ્યા.
22. પરંતુ ઈસ્રાએલી સૈન્યે હાર માંની નહિ, બીજે દિવસે તેઓ લડવા માંટે તૈયાર થયા અને જ્યાં પહેલે દિવસે તેઓ ભેગા થયા હતાં તે જ સ્થળે સાથે ભેગા થયા.
23. (ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?”યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.)
24. પછી બીજે દિવસે તેઓ બિન્યામીનના કુળસમૂહ સામે લડ્યા.
25. અને બિન્યામીનનું લશ્કર તેઓને યુદ્ધમાં મળવા માંટે ગિબયાહથી બહાર નીકળ્યું અને 18,000 ઈસ્રાએલી યોદ્ધાઓને બીજે દિવસે રણભૂમિમાં માંરી નાખ્યા, તેઓ બધા તરવારથી શસ્ત્ર સજજ હતાં.
26. પછી બધા જ ઈસ્રાએલીઓ બેથેલ ગયા અને યહોવા સમક્ષ બેસીને વિલાપ કર્યો. અને સાંજ સુધી ઉપવાસ કર્યો. તેઓએ યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.
27. ત્યાં ઈસ્રાએલીઓએ દેવને તેઓએ શું કરવું જોઈએ તે વિષે પૂછયું. તે દિવસોમાં દેવનો કરારકોશ ત્યાં હતો.
28. એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.”
29. ત્યાર પછી ઈસ્રાએલીઓએ ગિબયાહ નગરની આજુબાજુ નજીકના સ્થળોમાં સૈનિકોને છુપાવી રાખ્યા.
30. પછી ત્રીજા દિવસે ઈસ્રાએલીઓ બિન્યામીનીઓની સામે આગળ વધ્યા અને પહેલાંની જેમ જ ગિબયાહ આગળ સૈન્ય ગોઠવી દીધું.
31. બિન્યામીનનું સૈન્ય હુમલો કરવાને માંટે નગરમાંથી સામે આવ્યું. ઈસ્રાએલીઓએ પીછે હઠ કરી. બિન્યામીનના સૈન્ય તેઓને નગરથી ઘણે દૂર સુધી પીછો કર્યો.પહેલાની જેમ જ તેઓએ બેથેલ સુધી જતા માંર્ગોમાંના એક માંર્ગ પર અને ગિબયાહ તરફના જતા રસ્તા પર ઈસ્રાએલીઓને માંરી નાખવા લાગ્યા અને ખેતરોમાં કુળ મળીને આશરે ત્રીસ માંણસોને માંરી નાખ્યા.
32. બિન્યામીનઓના માંણસોએ કહ્યું, “પહેલાંની જેમ આ લોકો અમાંરાથી યુદ્ધમાં હારી ગયા છે.”પરંતુ ઈસ્રાએલીઓએ કહ્યું, ચાલો આપણે ભાગી જઈએ અને તેઓને શહેરથી દૂર માંર્ગ ઉપર લઈ જઈએ.
33. ત્યાર પછી ઈસ્રાએલીઓના મુખ્ય સૈન્યે પોતાનું સ્થાન છોડીને બઆલ તમાંરના યુદ્ધ માંટે તેઓ પોતે તૈયારી કરવા લાગ્યા. ત્યારે સંતાઈ રહેલા ઈસ્રાએલીઓ ગિબયાહ નજીક આવેલા પોતાના સ્થાનથી યુદ્ધ માંટે બહાર ઘસી આવ્યા.
34. ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે.
35. યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં.
36. બિન્યામીનીઓ સમજી ગયા કે પોતાની હાર થઈ છે.ઈસ્રાએલીઓ બિન્યામીની કુળસમૂહથી પાછા હઠી ગયા હતાં કારણકે ગિબયાહની આસપાસ સંતાડી રાખેલા માંણસો ઉપર તેમણે આધાર રાખ્યો હતો.
37. સંતાઈ રહેલા સૈનિકો ગિબયાહ ઉપર ધસી ગયા અને નગરમાં પ્રવેશી તેમાંના દરેકની હત્યા કરી,
38. ઈસ્રાએલી સૈન્ય અને સંતાયેલા માંણસો વચ્ચે એવો સંકેત નક્કી થયો હતો કે નગરમાંથી ધુમાંડાનો ગોટો આકાશમાં ચડાવવો.
39. અને ધુમાંડો જોયા પછી ઈસ્રાએલીઓ ફરીથી લડવા પાછા ફર્યા. બિન્યામીનીઓના કુળસમૂહે શરૂઆતમાં માંણસોને માંરવા લાગ્યા. અને આશરે 30 ઈસ્રાએલીઓને માંરી નાખ્યા હતાં. તેઓ કહેતા હતાં, “પહેલાની જેમ તેઓ આપણાથી હારી જશે.”
40. પરંતુ ત્યાં તો નગરમાંથી ધુમાંડો આકાશમાં ચડવા લાગ્યો. સંકેત પ્રમાંણે થયું. બિન્યામીનીઓએ પાછા વળીને જોયું તો આખું નગર ભડકે બળતું હતું.
41. ઈસ્રાએલીઓ પાછા ફર્યા એટલે બિન્યામીનીઓ ગભરાઈ ગયા. કારણ, તેઓ સમજી ગયા કે પોતાનું આવી બન્યું છે.
42. તેઓ રણ તરફ ભાગ્યા પણ ઈસ્રાએલીઓ તેઓની પાછળ પડયા; અને જે સૈનિકો છુપાઈ રહ્યાં હતાં તેઓ બહાર આવ્યા અને બિન્યામીન કુળસૂમહને માંરવા લાગ્યા, જે બંને સૈન્યની વચ્ચે હતું.
43. ઈસ્રાએલીઓએ બિન્યામીન કુળસમૂહને ઘેરી લીધા. અને વિશ્રાંતિ લેવા થોભ્યા વગર તેમનો પીછો કર્યો અને ગિબયાહના પૂર્વ વિસ્તારમાં તેઓને પકડી પાડયા અને તેઓને માંરી નાખ્યા.
44. અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા.
45. બાકીના સૈનિકો રણમાં રિમ્મોનના કિલ્લા તરફ ભાગી ગયા, ઈસ્રાએલીઓએ રસ્તે જતા 5,000 નો સંહાર કર્યો, અને બાકી રહેલાઓનો ગિદોમ સુધી પીછો કરી તેમાંના બીજા 2,000 માંરી નાખ્યા.
46. તે દિવસે લગભગ 25,000 બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા હતા અને તેઓ સર્વ તરવારથી સજજ હતાં.
47. ફકત 600 સૈનિકો રણ તરફ રિમ્મોનના કિલ્લા પર ગયા અને તેઓ ત્યાં ચાર મહિના રહ્યાં.
48. ત્યાર પછી ઈસ્રાએલી સૈન્ય તેઓની પાછળ ગયું; બાકી રહેલા બિન્યામીનના કુળસમૂહ ઉપર હુમલો કર્યો અને નગરના સર્વ લોકો, પશુઓ પણ અને જે કોઈ તેઓને મળ્યું બધાને માંરી નાખ્યા. તેઓએ રસ્તામાં આવતા બધાં ગામોને પણ બાળી નાખ્યા.
Total 21 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18 19 20 21
1 ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં. 2 ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં. 3 બિન્યામીનીઓને સમાંચાર મળ્યા હતાં કે ઈસ્રાએલી મિસ્પાહમાં ભેગા થયા છે. ઈસ્રાએલીઓએ પૂછયું, “આ અધમ કૃત્ય કેવી રીતે કરવામાં આવ્યું, તે અમને જણાવો.” 4 લેવી માંણસ જેની ઉપપત્નીનું ખૂન થઈ ગયું હતું તેણે જવાબ આપ્યો, “હું અને માંરી ઉપપત્ની બિન્યામીનનાં ગિબયાહમાં રાતવાસો કરવા આવ્યાં. 5 ગિબયાહના લોકો માંરી વિરુદ્ધ થઈ ગયા અને તેમણે હું જે ઘરમાં હતો તેને ઘેરી લીધું. મને તેઓ માંરી નાખવા ઈચ્છતા હતાં; માંરી ઉપપત્ની ઉપર તેમણે બળાત્કાર ગુજાર્યો અને તે મૃત્યુ પામી. 6 તેથી મેં તેનું શબ કાપીને ટુકડા કર્યા અને એક એક ટુકડો ઈસ્રાએલનાં દરેક કુળસમૂહને મોકલી આપ્યો. કારણ તેઓએ ઈસ્રાએલમાં આ દુષ્ટ ગુનો કર્યો હતો. 7 હવે હે ઈસ્રાએલ પુત્રો, તમે બધા એ બાબતની ચર્ચા કરો અને અત્યારે ને અત્યારે શું કરવું તે જણાવો.” 8 બધા લોકો એકી સાથે સંમત થયા, તેઓ ઊભા થઈ ગયા અને બોલ્યા, “જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આપણે ન લાવીએ, અમાંરામાંનો કોઈ આપણા ઘરે હવે પાછો જશે નહિ, 9 અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું. 10 અમે ઈસ્રાએલના દરેક કુળસમૂહોમાંથી દર સો માંણસો લઈશું. દર હજાર માંણસોએ સો માંણસો લઈશું. અને દર દસહજાર માંણસોએ એક હજાર માંણસો લઈશું. તેઓ સૈન્યને માંટે ખોરાક પૂરો પાડશે. બાકીના બિન્યામીનના પ્રદેશમાં આવેલા ગિબયાહ સ્થળે જ્યાં તેઓએ ઈસ્રાએલમાં ખૂબજ ભયંકર કૃત્ય કર્યુ હતું તેની સજા કરવા જશે.” 11 આમ, ઈસ્રાએલના તમાંમ લોકો તે નગર ઉપર હુમલો કરવાને એકમત થઈને એકઠા થયા. 12 પછી ઈસ્રાએલના કુળસમૂહોએ તેના માંણસોને બિન્યામીનના કુળસમૂહ પાસે મોકલ્યા, જેઓએ તેમને કહ્યું, “જુઓ તમાંરા લોકોમાં આ ભયંકર કૃત્ય જે થયું છે! 13 ગિબયાહ એ તમાંરામાંના દુષ્ટ માંણસો, જેઓએ આ કર્યુ છે તેઓને અમાંરા હાથમાં સોંપી દેવા જોઈએ એટલે અમે તેમને માંરી નાખીએ અને ઈસ્રાએલમાં કરેલા એ પાપને ભૂસી નાખીએ.”પરંતુ બિન્યામીન કુળસમૂહના લોકોએ પોતાના બીજા ઈસ્રાએલી ભાઈઓનું કહ્યું સાંભળ્યું નહિ. 14 બિન્યામીનના કુળસમૂહમાં ત્યાં સર્વ નગરોમાંથી ઈસ્રાએલી સામે લડવા માંટે લોકો બહાર આવ્યા અને ગિબયાહમાં એકત્ર થયા. 15 તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો. 16 આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં. 17 બિન્યામીન કુળસમૂહ સિવાયના ઈસ્રાએલીઓ જે ત્યાં ભેગા થયા હતાં, તેઓ યુદ્ધ માંટે તાલિમ અપાયેલા 4,00,000 સશસ્ત્ર સૈનિકો હતાં. 18 યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?”યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.” 19 તેથી ઈસ્રાએલીઓએ વહેલી સવારે કૂચ કરી અને ગિબયાહ પાસે છાવણી નાખી. 20 ઈસ્રાએલના લોકો બિન્યામીન ઉપર હુમલો કરવા માંટે ગયા અને તેઓના લશ્કરને ગિબયાહ પર યુદ્ધ કરવા તૈયાર કર્યા. 21 બિન્યામીન કુળસમૂહના સૈનિકો લડવા માંટે ગિબયાહમાંથી બહાર આવ્યા તે દિવસે તેઓએ 22,000 ઈસ્રાએલીઓને રણભૂમિ ઉપર માંરી નાખ્યા. 22 પરંતુ ઈસ્રાએલી સૈન્યે હાર માંની નહિ, બીજે દિવસે તેઓ લડવા માંટે તૈયાર થયા અને જ્યાં પહેલે દિવસે તેઓ ભેગા થયા હતાં તે જ સ્થળે સાથે ભેગા થયા. 23 (ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?”યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.) 24 પછી બીજે દિવસે તેઓ બિન્યામીનના કુળસમૂહ સામે લડ્યા. 25 અને બિન્યામીનનું લશ્કર તેઓને યુદ્ધમાં મળવા માંટે ગિબયાહથી બહાર નીકળ્યું અને 18,000 ઈસ્રાએલી યોદ્ધાઓને બીજે દિવસે રણભૂમિમાં માંરી નાખ્યા, તેઓ બધા તરવારથી શસ્ત્ર સજજ હતાં. 26 પછી બધા જ ઈસ્રાએલીઓ બેથેલ ગયા અને યહોવા સમક્ષ બેસીને વિલાપ કર્યો. અને સાંજ સુધી ઉપવાસ કર્યો. તેઓએ યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા. 27 ત્યાં ઈસ્રાએલીઓએ દેવને તેઓએ શું કરવું જોઈએ તે વિષે પૂછયું. તે દિવસોમાં દેવનો કરારકોશ ત્યાં હતો. 28 એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.” 29 ત્યાર પછી ઈસ્રાએલીઓએ ગિબયાહ નગરની આજુબાજુ નજીકના સ્થળોમાં સૈનિકોને છુપાવી રાખ્યા. 30 પછી ત્રીજા દિવસે ઈસ્રાએલીઓ બિન્યામીનીઓની સામે આગળ વધ્યા અને પહેલાંની જેમ જ ગિબયાહ આગળ સૈન્ય ગોઠવી દીધું. 31 બિન્યામીનનું સૈન્ય હુમલો કરવાને માંટે નગરમાંથી સામે આવ્યું. ઈસ્રાએલીઓએ પીછે હઠ કરી. બિન્યામીનના સૈન્ય તેઓને નગરથી ઘણે દૂર સુધી પીછો કર્યો.પહેલાની જેમ જ તેઓએ બેથેલ સુધી જતા માંર્ગોમાંના એક માંર્ગ પર અને ગિબયાહ તરફના જતા રસ્તા પર ઈસ્રાએલીઓને માંરી નાખવા લાગ્યા અને ખેતરોમાં કુળ મળીને આશરે ત્રીસ માંણસોને માંરી નાખ્યા. 32 બિન્યામીનઓના માંણસોએ કહ્યું, “પહેલાંની જેમ આ લોકો અમાંરાથી યુદ્ધમાં હારી ગયા છે.”પરંતુ ઈસ્રાએલીઓએ કહ્યું, ચાલો આપણે ભાગી જઈએ અને તેઓને શહેરથી દૂર માંર્ગ ઉપર લઈ જઈએ. 33 ત્યાર પછી ઈસ્રાએલીઓના મુખ્ય સૈન્યે પોતાનું સ્થાન છોડીને બઆલ તમાંરના યુદ્ધ માંટે તેઓ પોતે તૈયારી કરવા લાગ્યા. ત્યારે સંતાઈ રહેલા ઈસ્રાએલીઓ ગિબયાહ નજીક આવેલા પોતાના સ્થાનથી યુદ્ધ માંટે બહાર ઘસી આવ્યા. 34 ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે. 35 યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં. 36 બિન્યામીનીઓ સમજી ગયા કે પોતાની હાર થઈ છે.ઈસ્રાએલીઓ બિન્યામીની કુળસમૂહથી પાછા હઠી ગયા હતાં કારણકે ગિબયાહની આસપાસ સંતાડી રાખેલા માંણસો ઉપર તેમણે આધાર રાખ્યો હતો. 37 સંતાઈ રહેલા સૈનિકો ગિબયાહ ઉપર ધસી ગયા અને નગરમાં પ્રવેશી તેમાંના દરેકની હત્યા કરી, 38 ઈસ્રાએલી સૈન્ય અને સંતાયેલા માંણસો વચ્ચે એવો સંકેત નક્કી થયો હતો કે નગરમાંથી ધુમાંડાનો ગોટો આકાશમાં ચડાવવો. 39 અને ધુમાંડો જોયા પછી ઈસ્રાએલીઓ ફરીથી લડવા પાછા ફર્યા. બિન્યામીનીઓના કુળસમૂહે શરૂઆતમાં માંણસોને માંરવા લાગ્યા. અને આશરે 30 ઈસ્રાએલીઓને માંરી નાખ્યા હતાં. તેઓ કહેતા હતાં, “પહેલાની જેમ તેઓ આપણાથી હારી જશે.” 40 પરંતુ ત્યાં તો નગરમાંથી ધુમાંડો આકાશમાં ચડવા લાગ્યો. સંકેત પ્રમાંણે થયું. બિન્યામીનીઓએ પાછા વળીને જોયું તો આખું નગર ભડકે બળતું હતું. 41 ઈસ્રાએલીઓ પાછા ફર્યા એટલે બિન્યામીનીઓ ગભરાઈ ગયા. કારણ, તેઓ સમજી ગયા કે પોતાનું આવી બન્યું છે. 42 તેઓ રણ તરફ ભાગ્યા પણ ઈસ્રાએલીઓ તેઓની પાછળ પડયા; અને જે સૈનિકો છુપાઈ રહ્યાં હતાં તેઓ બહાર આવ્યા અને બિન્યામીન કુળસૂમહને માંરવા લાગ્યા, જે બંને સૈન્યની વચ્ચે હતું. 43 ઈસ્રાએલીઓએ બિન્યામીન કુળસમૂહને ઘેરી લીધા. અને વિશ્રાંતિ લેવા થોભ્યા વગર તેમનો પીછો કર્યો અને ગિબયાહના પૂર્વ વિસ્તારમાં તેઓને પકડી પાડયા અને તેઓને માંરી નાખ્યા. 44 અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા. 45 બાકીના સૈનિકો રણમાં રિમ્મોનના કિલ્લા તરફ ભાગી ગયા, ઈસ્રાએલીઓએ રસ્તે જતા 5,000 નો સંહાર કર્યો, અને બાકી રહેલાઓનો ગિદોમ સુધી પીછો કરી તેમાંના બીજા 2,000 માંરી નાખ્યા. 46 તે દિવસે લગભગ 25,000 બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા હતા અને તેઓ સર્વ તરવારથી સજજ હતાં. 47 ફકત 600 સૈનિકો રણ તરફ રિમ્મોનના કિલ્લા પર ગયા અને તેઓ ત્યાં ચાર મહિના રહ્યાં. 48 ત્યાર પછી ઈસ્રાએલી સૈન્ય તેઓની પાછળ ગયું; બાકી રહેલા બિન્યામીનના કુળસમૂહ ઉપર હુમલો કર્યો અને નગરના સર્વ લોકો, પશુઓ પણ અને જે કોઈ તેઓને મળ્યું બધાને માંરી નાખ્યા. તેઓએ રસ્તામાં આવતા બધાં ગામોને પણ બાળી નાખ્યા.
Total 21 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18 19 20 21
×

Alert

×

Gujarati Letters Keypad References