પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
2. કેમ કે મેં કહ્યું, “કૃપા સદાને માટે બાંધવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપન કરશો.”
3. તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે,
4. ‘તારા સંતાનને હું સદા કાયમ રાખીશ, અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5. હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું [વખાણવામાં આવશે].
6. આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વરદૂતોમાં યહોવાના જેવો કોણ છે?
7. સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.
8. હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
9. તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો; તેનાં મોજાંઓ ઊછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10. મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.
11. આકાશો તમારાં છે, પૃથ્વી પણ તમારી છે; જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.
12. ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.
13. તમને બળવાન બાહુ છે; તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14. ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે; તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15. આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે; હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16. તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે; અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17. તમે તેઓના સામર્થ્યનો મહિમા છો; તમારી પ્રસન્નતાથી અમારું શિંગ ઊંચું કરવામાં આવશે.
18. અમારી ઢાલ તો યહોવા છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
19. ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.
20. મારો સેવક દાઉદ મને મળ્યો છે; મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે.
21. તેના પર મારો હાથ હંમેશાં રહેશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
22. શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ, અને દુષ્ટો તેને દુ:ખ દેશે નહિ.
23. તેની આગળ હું તેના વૈરીઓને પાડી નાખીશ, અને તેના દ્વેષીઓને મારી નાખીશ.
24. પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે; મારે નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
25. હું સમુદ્ર પર તેનો હાથ, અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
26. તે મને વિનંતી કરીને કહેશે, ‘તમે મારા પિતા, મારા ઈશ્વર તથા મારા તારણના ખડક છો.’
27. વળી હું તેને મારો જયેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
28. હું તેના ઉપર મારી કૃપા સદા કાયમ રાખીશ. અને તેની સાથે મારો કરાર દઢ રહેશે.
29. તેનાં સંતાન સદા રહે, એવું પણ હું કરીશ. આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય [સદા ટકશે].
30. જો તેના દીકરાઓ મારા નિયમનો ત્યાગ કરે, અને મારા ઠરાવો પ્રમાણે ન ચાલે;
31. જો તેઓ મારા વિધિઓ તોડે, અને મારી આજ્ઞાઓ ન પાળે;
32. તો હું સોટીથી તેઓનાં ઉલ્લંઘનોને, અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ.
33. પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહિ, અને હું મારું વિશ્વાસુપણું ખૂટવા દઈશ નહિ,
34. મારો કરાર હું તોડીશ નહિ, અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
35. એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36. તેનાં સંતાન સર્વકાળ ટકશે, અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન [ટકશે].
37. ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું [થશે].” (સેલાહ)
38. પણ તમે તમારા અભિષિક્તને તજીને તથા તેને તુચ્છ ગણીને તેના પર કોપાયમાન થયા છો.
39. તમે તમારા સેવક સાથે કરેલા કરારથી કંટાળ્યા છો; તમે તેનો મુગટ ભોંય પર [નાખીને] ભ્રષ્ટ કર્યો છે.
40. તમે તેની બધી વાડો તોડી પાડી છે; તમે તેના કિલ્લાઓનો નાશ કર્યો છે.
41. માર્ગે જનારા બધા તેને લૂંટી લે છે; તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
42. તમે તેના વૈરીઓનો જમણો હાથ ઊંચો કર્યો છે; તમે તેના સર્વ શત્રુઓને હર્ષ પમાડયો છે.
43. હા, તેની તરવારની ધાર તમે વાળી દો છો, અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
44. તમે તેનું તેજ લઈ લીધું છે, અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
45. તમે તેની જુવાનીના દિવસ ટૂંકા કર્યા છે; તમે તેને લાજથી ઢાંકી દીધો છે. (સેલાહ)
46. હે પ્રભુ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? તમારો કોપ [ક્યાં સુધી] અગ્નિની જેમ બળ્યા કરશે?
47. મારું આયુષ્ય કેટલું ટૂંકું છે, તે સંભારો; તમે માણસજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
48. એવો કોણ છે કે જે જીવશે ને મરણ જોશે નહિ? કોણ પોતાનો આત્મા શેઓલના કબજામાંથી છોડાવશે? (સેલાહ)
49. હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી આગલી કૃપા ક્યાં છે?
50. હે યહોવા, તમારા સેવકોનું અપમાન સંભારો; હું કેવી રીતે મારા હ્રદયમાં બધા પરાક્રમી લોકોનો [તિરસ્કાર] સહન કરું છું;
51. હે યહોવા, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે, તેઓએ તમારા અભિષિક્તનાં પગલાંનું અપમાન કર્યું છે [તે પણ તમે સંભારો].
52. યહોવા સદાકાળ માટે સ્તુત્ય હો. આમીન તથા આમીન.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 89 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 89
1. એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
2. કેમ કે મેં કહ્યું, “કૃપા સદાને માટે બાંધવામાં આવશે; આકાશોમાં તમે તમારું વિશ્વાસુપણું સ્થાપન કરશો.”
3. તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે,
4. ‘તારા સંતાનને હું સદા કાયમ રાખીશ, અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5. હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
6. આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વરદૂતોમાં યહોવાના જેવો કોણ છે?
7. સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.
8. હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
9. તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો; તેનાં મોજાંઓ ઊછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10. મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.
11. આકાશો તમારાં છે, પૃથ્વી પણ તમારી છે; જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.
12. ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.
13. તમને બળવાન બાહુ છે; તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14. ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે; તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15. આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે; હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16. તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે; અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17. તમે તેઓના સામર્થ્યનો મહિમા છો; તમારી પ્રસન્નતાથી અમારું શિંગ ઊંચું કરવામાં આવશે.
18. અમારી ઢાલ તો યહોવા છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
19. ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.
20. મારો સેવક દાઉદ મને મળ્યો છે; મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે.
21. તેના પર મારો હાથ હંમેશાં રહેશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
22. શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ, અને દુષ્ટો તેને દુ:ખ દેશે નહિ.
23. તેની આગળ હું તેના વૈરીઓને પાડી નાખીશ, અને તેના દ્વેષીઓને મારી નાખીશ.
24. પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે; મારે નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
25. હું સમુદ્ર પર તેનો હાથ, અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
26. તે મને વિનંતી કરીને કહેશે, ‘તમે મારા પિતા, મારા ઈશ્વર તથા મારા તારણના ખડક છો.’
27. વળી હું તેને મારો જયેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
28. હું તેના ઉપર મારી કૃપા સદા કાયમ રાખીશ. અને તેની સાથે મારો કરાર દઢ રહેશે.
29. તેનાં સંતાન સદા રહે, એવું પણ હું કરીશ. આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય સદા ટકશે.
30. જો તેના દીકરાઓ મારા નિયમનો ત્યાગ કરે, અને મારા ઠરાવો પ્રમાણે ચાલે;
31. જો તેઓ મારા વિધિઓ તોડે, અને મારી આજ્ઞાઓ પાળે;
32. તો હું સોટીથી તેઓનાં ઉલ્લંઘનોને, અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ.
33. પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહિ, અને હું મારું વિશ્વાસુપણું ખૂટવા દઈશ નહિ,
34. મારો કરાર હું તોડીશ નહિ, અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
35. એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36. તેનાં સંતાન સર્વકાળ ટકશે, અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
37. ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” (સેલાહ)
38. પણ તમે તમારા અભિષિક્તને તજીને તથા તેને તુચ્છ ગણીને તેના પર કોપાયમાન થયા છો.
39. તમે તમારા સેવક સાથે કરેલા કરારથી કંટાળ્યા છો; તમે તેનો મુગટ ભોંય પર નાખીને ભ્રષ્ટ કર્યો છે.
40. તમે તેની બધી વાડો તોડી પાડી છે; તમે તેના કિલ્લાઓનો નાશ કર્યો છે.
41. માર્ગે જનારા બધા તેને લૂંટી લે છે; તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
42. તમે તેના વૈરીઓનો જમણો હાથ ઊંચો કર્યો છે; તમે તેના સર્વ શત્રુઓને હર્ષ પમાડયો છે.
43. હા, તેની તરવારની ધાર તમે વાળી દો છો, અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
44. તમે તેનું તેજ લઈ લીધું છે, અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
45. તમે તેની જુવાનીના દિવસ ટૂંકા કર્યા છે; તમે તેને લાજથી ઢાંકી દીધો છે. (સેલાહ)
46. હે પ્રભુ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ બળ્યા કરશે?
47. મારું આયુષ્ય કેટલું ટૂંકું છે, તે સંભારો; તમે માણસજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
48. એવો કોણ છે કે જે જીવશે ને મરણ જોશે નહિ? કોણ પોતાનો આત્મા શેઓલના કબજામાંથી છોડાવશે? (સેલાહ)
49. હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી આગલી કૃપા ક્યાં છે?
50. હે યહોવા, તમારા સેવકોનું અપમાન સંભારો; હું કેવી રીતે મારા હ્રદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું;
51. હે યહોવા, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે, તેઓએ તમારા અભિષિક્તનાં પગલાંનું અપમાન કર્યું છે તે પણ તમે સંભારો.
52. યહોવા સદાકાળ માટે સ્તુત્ય હો. આમીન તથા આમીન.
Total 150 Chapters, Current Chapter 89 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References