પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પર કાન ધરો.
2. મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
3. કેમ કે તમે મારા આશ્રય છો, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છો.
4. હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોને આશ્રયે હું રહીશ. (સેલાહ)
5. કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; તમારા ભક્તોને તમે વારસો આપ્યો છે.
6. તમે રાજાનું આયુષ્ય વધારશો; તેમનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
7. તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેમનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
8. તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 61 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 61

×

Alert

×

gujarati Letters Keypad References