પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
નિર્ગમન
1. પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે:
2. “જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે.
3. ગુલામ થતાં પહેલા જો તે પરણેલો નહિ હોય, તો તે પત્નીના સિવાય છુટો થઈ જાય અને એકલો ચાલ્યો જાય. પરંતુ જો ગુલામ થતી વખતે જો તે પરણેલો હશે, તો છૂટો થતી વખતે તે તેની પત્નીને સાથે લઈને જશે.
4. જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય.
5. “પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે; ‘હું તો માંરા ધણીને તથા માંરી પત્નીને તથા માંરાં બાળકોને ચાહું છું; માંરે તો છૂટવું નથી.’
6. જો આવું બને તો ગુલામના ધણીએ તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઉભો રાખીને સોય વતી તેનો કાન વીંધવો; એટલે તે તેના ધણીનો સદાને માંટે દાસ બની રહેશે.
7. “અને જો કોઈ વ્યક્તિ પોતાની દીકરીને દાસી તરીકે વેચે, તો તેને છુટી કરવાના કાયદા, પુરુષોને છુટા કરવાના કાયદા જેવા નથી.
8. જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે.
9. પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માંટે રાખી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.
10. “જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.
11. અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો કરી ન શકે, તો તે મફત એટલે પૈસા ચૂકવ્યા વગર એમને એમ છૂટી થઈ શકે.
12. “જો કોઈ એક વ્યક્તિને માંરી તેની હત્યા કરે, તો તેને મોતની સજા કરવી.
13. પરંતુ જો એ વ્યક્તિએ કોઈ ચોક્કસ હેતુપૂર્વક ખૂન ના કર્યુ હોય, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું હોય, તો તે વ્યક્તિને માંરી પસંદ કરેલી જગ્યાએ નાસી જશે, જ્યાં લોકો પોતાની રક્ષા માંટે ભાગી શકે છે.
14. “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.”
15. “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને માંરે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.
16. “જો કોઈ ચોરીછૂપીથી માંનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.”
17. “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.”
18. “અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે;
19. પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માંણસે તેને માંર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માંણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી આધાર આપવો.
20. “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
21. પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે”
22. “જો કોઈ માંણસો લડતાં-ઝઘડતાં હોય ત્યારે કોઈ માંણસ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલા જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માંગેતેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાંણે આપવો.
23. પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ.
24. આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.
25. ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ રીતે બદલો લેવો.
26. “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા.
27. અને જો તે પોતાના દાસનો કે પોતાની દાસીનો દાંત તોડી પાડે, તો તેના દાંતની માંટે નુકસાનીના બદલામાં તેને છોડી દેવો.”
28. “અને જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું માંરેને તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા માંરીને માંરી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદના ધણીને ગુનેગાર ગણવો નહિ.
29. પણ જો તે બળદને પહેલાંથી શિંગડું માંરવાની ટેવ હોય, ને તેનો ધણી તે જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય, અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને માંરી નાખે, તો તે બળદને પથ્થરો માંરીને માંરી નાખવો અને તેના ધણીને પણ મોતની સજા કરવી.
30. પરંતુ મૃત્યુદંડને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો તેના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવ્યું હોય તે તેણે ચૂકવવું.
31. “અને જો તેણે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માંર્યુ હોય, તો પણ આ જ કાનૂન લાગું પડે.
32. જો એ બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું માંરે તો તેના ધણીએ દાસ કે દાસીને ધણીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો માંરીને માંરી નાખવો.
33. “જો કોઈ વ્યક્તિ કુવાનું ઢાંકણુ ખોલી નાખે અથવા કોઈ વ્યક્તિ ખાડો ખોદેને તેને ઢાંકે નહિ, ને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે.
34. તો ખાડાના ધણીએ નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના ધણીને નાણામાં બદલો આપવો. અને મરેલું પશુ પોતે લઈ જવું.
35. “અને જો કોઈ માંણસનો બળદ બીજાના બળદને શિંગડું માંરે અને તે મરી જાય, તો તે બન્ને જીવતો બળદ વેચી નાખે અને તેની કિંમત તથા મરેલું પશુ વહેંચી લે.
36. અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય.
Total 40 પ્રકરણો, Selected પ્રકરણ 21 / 40
1 પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે: 2 “જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે. 3 ગુલામ થતાં પહેલા જો તે પરણેલો નહિ હોય, તો તે પત્નીના સિવાય છુટો થઈ જાય અને એકલો ચાલ્યો જાય. પરંતુ જો ગુલામ થતી વખતે જો તે પરણેલો હશે, તો છૂટો થતી વખતે તે તેની પત્નીને સાથે લઈને જશે. 4 જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય. 5 “પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે; ‘હું તો માંરા ધણીને તથા માંરી પત્નીને તથા માંરાં બાળકોને ચાહું છું; માંરે તો છૂટવું નથી.’ 6 જો આવું બને તો ગુલામના ધણીએ તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઉભો રાખીને સોય વતી તેનો કાન વીંધવો; એટલે તે તેના ધણીનો સદાને માંટે દાસ બની રહેશે. 7 “અને જો કોઈ વ્યક્તિ પોતાની દીકરીને દાસી તરીકે વેચે, તો તેને છુટી કરવાના કાયદા, પુરુષોને છુટા કરવાના કાયદા જેવા નથી. 8 જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે. 9 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માંટે રાખી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો. 10 “જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ. 11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો કરી ન શકે, તો તે મફત એટલે પૈસા ચૂકવ્યા વગર એમને એમ છૂટી થઈ શકે. 12 “જો કોઈ એક વ્યક્તિને માંરી તેની હત્યા કરે, તો તેને મોતની સજા કરવી. 13 પરંતુ જો એ વ્યક્તિએ કોઈ ચોક્કસ હેતુપૂર્વક ખૂન ના કર્યુ હોય, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું હોય, તો તે વ્યક્તિને માંરી પસંદ કરેલી જગ્યાએ નાસી જશે, જ્યાં લોકો પોતાની રક્ષા માંટે ભાગી શકે છે. 14 “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.” 15 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને માંરે, તો તેને મૃત્યુદંડની સજા કરવી. 16 “જો કોઈ ચોરીછૂપીથી માંનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.” 17 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.” 18 “અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે; 19 પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માંણસે તેને માંર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માંણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી આધાર આપવો. 20 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને. 21 પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે” 22 “જો કોઈ માંણસો લડતાં-ઝઘડતાં હોય ત્યારે કોઈ માંણસ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલા જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માંગેતેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાંણે આપવો. 23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ. 24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ. 25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ રીતે બદલો લેવો. 26 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા. 27 અને જો તે પોતાના દાસનો કે પોતાની દાસીનો દાંત તોડી પાડે, તો તેના દાંતની માંટે નુકસાનીના બદલામાં તેને છોડી દેવો.” 28 “અને જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું માંરેને તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા માંરીને માંરી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદના ધણીને ગુનેગાર ગણવો નહિ. 29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું માંરવાની ટેવ હોય, ને તેનો ધણી તે જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય, અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને માંરી નાખે, તો તે બળદને પથ્થરો માંરીને માંરી નાખવો અને તેના ધણીને પણ મોતની સજા કરવી. 30 પરંતુ મૃત્યુદંડને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો તેના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવ્યું હોય તે તેણે ચૂકવવું. 31 “અને જો તેણે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માંર્યુ હોય, તો પણ આ જ કાનૂન લાગું પડે. 32 જો એ બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું માંરે તો તેના ધણીએ દાસ કે દાસીને ધણીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો માંરીને માંરી નાખવો. 33 “જો કોઈ વ્યક્તિ કુવાનું ઢાંકણુ ખોલી નાખે અથવા કોઈ વ્યક્તિ ખાડો ખોદેને તેને ઢાંકે નહિ, ને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે. 34 તો ખાડાના ધણીએ નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના ધણીને નાણામાં બદલો આપવો. અને મરેલું પશુ પોતે લઈ જવું. 35 “અને જો કોઈ માંણસનો બળદ બીજાના બળદને શિંગડું માંરે અને તે મરી જાય, તો તે બન્ને જીવતો બળદ વેચી નાખે અને તેની કિંમત તથા મરેલું પશુ વહેંચી લે. 36 અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય.
Total 40 પ્રકરણો, Selected પ્રકરણ 21 / 40
×

Alert

×

Gujarati Letters Keypad References