પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ન્યાયાધીશો
1. એફ્રાઈમ કુળના આગેવાન લોકોએ ગિદિયોન પર રોષે ભરાઈને કહ્યું, “તમે અમાંરી સાથે આવો વર્તાવ શા માંટે કર્યો? તમે મિદ્યાનીઓ સાથે લડવા માંટે ગયા ત્યારે તમે અમને શા માંટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો.”
2. પણ ગિદિયોને કહ્યું, “તમાંરી તુલનામાં મેં જે કંઈ કર્યું છે એ તો કંઈ વિસાતમાં નથી. તમે એફ્રાઈમના લોકોએ જે કર્યું છે તે માંરા સમગ્ર કુળ કુટુંબે જે કર્યુ છે તેના કરતાં કયાંય ચડિયાતું છે.
3. દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા.
4. ગિદિયોન 300 સૈનિકો સાથે યર્દન નદી ઓળંગી ગયો તેઓ બધા ખૂબ થાકેલા હોવા છતાં દુશ્મનોનો પીછો છોડતા નહોતા.
5. પછી ગિદિયોને સુક્કોથના લોકોને કહ્યું, “માંરા સૈનિકોને ખાવા માંટે થોડી રોટલી આપશો? એ લોકો ખૂબ થાકી ગયા છે, અને અમે હજી મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાનો પીછો કરી રહ્યાં છીએ.”
6. પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “તમાંરા સૈનિકોને અમે શા માંટે ખાવા માંટે રોટલી આપીએ? તમને એટલી ખાતરી છે કે તમે ઝેબાહ અને સાલ્મુન્નાને પકડી શકશો? નિષ્ફળ જાઓ તો તેઓ પાછા આવીને અમાંરો નાશ કરો.”
7. એટલે ગિદિયોને તેમને ચેતવણી આપી, “ઠીક જયારે યહોવા ઝેબાહ અને સાલ્મુન્નાને માંરા હાથમાં સોંપી દેશે ત્યારે હું કાંટા ઝાંખરા વડે તમાંરી ચામડી ઊઝરડી નાખીશ અને તમને માંર માંરીશ.”
8. ગિદિયોન ત્યાંથી પનુએલ ગયો, અને ત્યાંના લોકો પાસે ખોરાકની માંગણી કરી. તેઓએ પણ સુક્કોથના આગેવાનો જેવો જ જવાબ આપ્યો.
9. આથી તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું યુદ્ધ પૂરું કરીને સુરક્ષિત પાછો આપીશ ત્યારે તમાંરો આ કિલ્લો તોડી પાડયા વિના નહિ રહું.”
10. તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.
11. ગિદિયોન, નોબાહ તથા યોગ્બહાહની પૂર્વે રહેવાસીઓના માંર્ગે આવેલા મિદ્યાનીઓની છાવણીમાં ગયો અને મિદ્યાનના લશ્કર ઉપર ઓચિંતો છાપો માંર્યો.
12. ઝેબાહ અને સાલ્મુન્ના બંને રાજાઓ ભાગી ગયા, પરંતુ ગિદિયોને તેમનો પીછો પકડીને તેઓને જીવતા કેદ કર્યા, અને પછી તેણે સમગ્ર લશ્કરને ભયભીત કરી નાખ્યું તેમના સમગ્ર સૈન્યને વેરવિખેર કરી નાખ્યું.
13. ત્યારબાદ યોઆશનો પુત્ર ગિદિયોન યુદ્ધમાંથી હેરેસ ઘાટને માંર્ગે પાછો ફરતો હતો.
14. ત્યારે તેણે સુક્કોથના એક યુવાનને પકડીને તેની પાસેથી 77 વડીલો અને આગેવાનોનાં નામ લખાવી લીધાં.
15. ત્યારબાદ ગિદિયોન સુક્કોથના લોકો સમક્ષ આવ્યો અને તેઓને કહ્યું, “આ રહ્યાં ઝેબાહ અને સાલ્મુન્ના, જેમને વિષે તમે મને ટોણો માંર્યો હતો અને કહ્યું હતું કે ‘તારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્ના થોડાજ આવી ગયા છે કે અમે તારા થાકેલા તથા ભૂખ્યા માંણસોને ખાવાનું આપીએ?”
16. પછી તેણે સુક્કોથ નગરના વડીલોને પકડયા અને વગડાંના કાંટા અને ઝાખરાં વડે માંર માંરીને તેમને પાઠ ભણાવ્યો.
17. ત્યારબાદ તે પનુએલ ગયો અને ત્યાનો કિલ્લો તોડી પાડી ત્યાંના લોકોની હત્યા કરી.
18. પછી તેણે ઝેબાહ અને સાલ્મુન્નાને પૂછયું, “તમે તાબોરમાં જે લોકોને માંરી નાખ્યા તે કોના જેવા હતાં?”તેઓએ કહ્યું, “તેઓ તમાંરા જેવા જ હતા. તેઓએ તમાંરા જેવા જ વસ્ત્રો પરિધાન કર્યા હતા, અને તેઓ રાજકુંવરો જેવા દેખાતા હતાં.”
19. ગિદિયોને કહ્યું, “તો પછી તેઓ માંરા ભાઈઓ જ હોવા જોઈએ. માંરી સગી માંના પુત્રો, હું યહોવાના સમ ખાઈને કહું છું કે તમે જો તેમને જીવતા જવા દીધા હોત તો મેં તમાંરા પ્રાણ લીધા ના હોત. અને મે તમને જીવતા છોડી મૂક્યા હોત.”
20. પછી ગિદિયોને પોતાના સૌથી મોટા પુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, અને આ લોકોને માંરી નાખ.” પરંતુ તેના પુત્રએ તરવાર ખેંચી નહિ, તે હજુ નાદાન હતો એટલે તેની હિંમત ચાલી નહિ.
21. પરંતુ ઝેબાહ અને સાલ્મુન્નાએ કહ્યું, “તમે, જાતે જ અમાંરો સંહાર કરો, કારણ, જો માંણસ ખરેખર મજબૂત હશે તો તે પોતે જ તે કરશે.” પછી ગિદિયોને તે બંનને માંરી નાખ્યા અને તેમનાં ઊટોના શરીર પરથી અલંકારો ઉતારી લીધાં.
22. ત્યારપછી ઈસ્રાએલી લોકોએ ગિદિઓનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે હવે તમે અમાંરા રાજા છો, તમાંરા પુત્રો અને તમાંરા વંશજો અમાંરા પર શાસન કરો.”
23. પણ ગિદિયોને ઈસ્રાએલીઓને કહ્યું, “હું તમાંરા ઉપર રાજ નહિ કરું, તેમજ માંરો પુત્ર પણ નહી કરે, પણ યહોવા તમાંરા ઉપર રાજ કરશે.”
24. પછી તેણે કહ્યું, “માંરે તમને એક વિનંતી કરવાની છે, તમાંરામાંથી પ્રત્યેક વ્યક્તિ મને તમે મેળવેલ લૂંટની સામગ્રીમાંથી એક એક બુટ્ટી આપી દો.” મિદ્યાનીઓનું લશ્કર ઈશ્માંએલીઓનું બનેલું હતું અને તેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હતા.
25. પછી તેઓએ કહ્યું, “અમે રાજી ખુશીથી તે આપીશું.” પછી તેઓએ એક ઝભ્ભો પાથર્યો. પ્રત્યેક વ્યક્તિએ તેમાં લૂંટમાં મેળવેલી સોનાની બુટ્ટી નાંખી.
26. ગિદિયોને માંગી લીધેલા સોનાની બુટ્ટીનું વજન આશરે એક હજાર સાતસો શેકેલ થયું, તેમાં ઝવેરાત, ગળાનો હાર અને મિદ્યાની રાજાઓએ પહેરેલાં કિંમતી વસ્ત્રોનો સમાંવેશ થતો નહોતો તેમજ તેમાં ઊંટના ગળામાંથી લઈ લેવાયેલા ઘરેણાંઓનો સમાંવેશ થતો નહોતો.
27. ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.
28. આમ, મિદ્યાનીઓ ઈસ્રાએલીઓને તાબે થયા અને ત્યારપછી કદાપિ તેમણે માંથું ઊંચુ કર્યુ નહિ, અને ગિદિયોન જીવ્યો ત્યાં સુધી 40 વર્ષ દેશમાં શાંતિ રહી.
29. યોઆશનો પુત્ર, યરૂબ્બઆલ રહેવા માંટે પોતાને ઘેર પાછો ફર્યો.
30. ગિદિયોનને ઘણી પત્નીઓ હતી અને 70 પુત્રો હતાં.
31. શખેમમાં તેને એક ઉપપત્ની હતી એની કૂખે અબીમેલેક નામનો પુત્ર અવતર્યો.
32. યોઆસનો પુત્ર, ગિદિયોન અવસાન પામ્યો ત્યારે ઘણો ઘરડો હતો. તેઓએ તેને અબીએઝેરીઓના પ્રદેશમાં ઓફ્રાહ નગરમાં તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો.
33. એના અવસાન પછી ઈસ્રાએલીઓ ફરી પાછા દેવને છોડીને દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા, અને તેમણે બઆલબરીથને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા.
34. ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા.
35. અને ઈસ્રાએલનું આટઆટલું ભલું કરનાર યરૂબ્બઆલ કટુંબને (ગિદિઓનને) પણ તેઓ વફાદાર નહોતા.
Total 21 પ્રકરણો, Selected પ્રકરણ 8 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
1 એફ્રાઈમ કુળના આગેવાન લોકોએ ગિદિયોન પર રોષે ભરાઈને કહ્યું, “તમે અમાંરી સાથે આવો વર્તાવ શા માંટે કર્યો? તમે મિદ્યાનીઓ સાથે લડવા માંટે ગયા ત્યારે તમે અમને શા માંટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો.” 2 પણ ગિદિયોને કહ્યું, “તમાંરી તુલનામાં મેં જે કંઈ કર્યું છે એ તો કંઈ વિસાતમાં નથી. તમે એફ્રાઈમના લોકોએ જે કર્યું છે તે માંરા સમગ્ર કુળ કુટુંબે જે કર્યુ છે તેના કરતાં કયાંય ચડિયાતું છે. 3 દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા. 4 ગિદિયોન 300 સૈનિકો સાથે યર્દન નદી ઓળંગી ગયો તેઓ બધા ખૂબ થાકેલા હોવા છતાં દુશ્મનોનો પીછો છોડતા નહોતા. 5 પછી ગિદિયોને સુક્કોથના લોકોને કહ્યું, “માંરા સૈનિકોને ખાવા માંટે થોડી રોટલી આપશો? એ લોકો ખૂબ થાકી ગયા છે, અને અમે હજી મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાનો પીછો કરી રહ્યાં છીએ.” 6 પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “તમાંરા સૈનિકોને અમે શા માંટે ખાવા માંટે રોટલી આપીએ? તમને એટલી ખાતરી છે કે તમે ઝેબાહ અને સાલ્મુન્નાને પકડી શકશો? નિષ્ફળ જાઓ તો તેઓ પાછા આવીને અમાંરો નાશ કરો.” 7 એટલે ગિદિયોને તેમને ચેતવણી આપી, “ઠીક જયારે યહોવા ઝેબાહ અને સાલ્મુન્નાને માંરા હાથમાં સોંપી દેશે ત્યારે હું કાંટા ઝાંખરા વડે તમાંરી ચામડી ઊઝરડી નાખીશ અને તમને માંર માંરીશ.” 8 ગિદિયોન ત્યાંથી પનુએલ ગયો, અને ત્યાંના લોકો પાસે ખોરાકની માંગણી કરી. તેઓએ પણ સુક્કોથના આગેવાનો જેવો જ જવાબ આપ્યો. 9 આથી તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું યુદ્ધ પૂરું કરીને સુરક્ષિત પાછો આપીશ ત્યારે તમાંરો આ કિલ્લો તોડી પાડયા વિના નહિ રહું.” 10 તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં. 11 ગિદિયોન, નોબાહ તથા યોગ્બહાહની પૂર્વે રહેવાસીઓના માંર્ગે આવેલા મિદ્યાનીઓની છાવણીમાં ગયો અને મિદ્યાનના લશ્કર ઉપર ઓચિંતો છાપો માંર્યો. 12 ઝેબાહ અને સાલ્મુન્ના બંને રાજાઓ ભાગી ગયા, પરંતુ ગિદિયોને તેમનો પીછો પકડીને તેઓને જીવતા કેદ કર્યા, અને પછી તેણે સમગ્ર લશ્કરને ભયભીત કરી નાખ્યું તેમના સમગ્ર સૈન્યને વેરવિખેર કરી નાખ્યું. 13 ત્યારબાદ યોઆશનો પુત્ર ગિદિયોન યુદ્ધમાંથી હેરેસ ઘાટને માંર્ગે પાછો ફરતો હતો. 14 ત્યારે તેણે સુક્કોથના એક યુવાનને પકડીને તેની પાસેથી 77 વડીલો અને આગેવાનોનાં નામ લખાવી લીધાં. 15 ત્યારબાદ ગિદિયોન સુક્કોથના લોકો સમક્ષ આવ્યો અને તેઓને કહ્યું, “આ રહ્યાં ઝેબાહ અને સાલ્મુન્ના, જેમને વિષે તમે મને ટોણો માંર્યો હતો અને કહ્યું હતું કે ‘તારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્ના થોડાજ આવી ગયા છે કે અમે તારા થાકેલા તથા ભૂખ્યા માંણસોને ખાવાનું આપીએ?” 16 પછી તેણે સુક્કોથ નગરના વડીલોને પકડયા અને વગડાંના કાંટા અને ઝાખરાં વડે માંર માંરીને તેમને પાઠ ભણાવ્યો. 17 ત્યારબાદ તે પનુએલ ગયો અને ત્યાનો કિલ્લો તોડી પાડી ત્યાંના લોકોની હત્યા કરી. 18 પછી તેણે ઝેબાહ અને સાલ્મુન્નાને પૂછયું, “તમે તાબોરમાં જે લોકોને માંરી નાખ્યા તે કોના જેવા હતાં?”તેઓએ કહ્યું, “તેઓ તમાંરા જેવા જ હતા. તેઓએ તમાંરા જેવા જ વસ્ત્રો પરિધાન કર્યા હતા, અને તેઓ રાજકુંવરો જેવા દેખાતા હતાં.” 19 ગિદિયોને કહ્યું, “તો પછી તેઓ માંરા ભાઈઓ જ હોવા જોઈએ. માંરી સગી માંના પુત્રો, હું યહોવાના સમ ખાઈને કહું છું કે તમે જો તેમને જીવતા જવા દીધા હોત તો મેં તમાંરા પ્રાણ લીધા ના હોત. અને મે તમને જીવતા છોડી મૂક્યા હોત.” 20 પછી ગિદિયોને પોતાના સૌથી મોટા પુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, અને આ લોકોને માંરી નાખ.” પરંતુ તેના પુત્રએ તરવાર ખેંચી નહિ, તે હજુ નાદાન હતો એટલે તેની હિંમત ચાલી નહિ. 21 પરંતુ ઝેબાહ અને સાલ્મુન્નાએ કહ્યું, “તમે, જાતે જ અમાંરો સંહાર કરો, કારણ, જો માંણસ ખરેખર મજબૂત હશે તો તે પોતે જ તે કરશે.” પછી ગિદિયોને તે બંનને માંરી નાખ્યા અને તેમનાં ઊટોના શરીર પરથી અલંકારો ઉતારી લીધાં. 22 ત્યારપછી ઈસ્રાએલી લોકોએ ગિદિઓનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે હવે તમે અમાંરા રાજા છો, તમાંરા પુત્રો અને તમાંરા વંશજો અમાંરા પર શાસન કરો.” 23 પણ ગિદિયોને ઈસ્રાએલીઓને કહ્યું, “હું તમાંરા ઉપર રાજ નહિ કરું, તેમજ માંરો પુત્ર પણ નહી કરે, પણ યહોવા તમાંરા ઉપર રાજ કરશે.” 24 પછી તેણે કહ્યું, “માંરે તમને એક વિનંતી કરવાની છે, તમાંરામાંથી પ્રત્યેક વ્યક્તિ મને તમે મેળવેલ લૂંટની સામગ્રીમાંથી એક એક બુટ્ટી આપી દો.” મિદ્યાનીઓનું લશ્કર ઈશ્માંએલીઓનું બનેલું હતું અને તેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હતા. 25 પછી તેઓએ કહ્યું, “અમે રાજી ખુશીથી તે આપીશું.” પછી તેઓએ એક ઝભ્ભો પાથર્યો. પ્રત્યેક વ્યક્તિએ તેમાં લૂંટમાં મેળવેલી સોનાની બુટ્ટી નાંખી. 26 ગિદિયોને માંગી લીધેલા સોનાની બુટ્ટીનું વજન આશરે એક હજાર સાતસો શેકેલ થયું, તેમાં ઝવેરાત, ગળાનો હાર અને મિદ્યાની રાજાઓએ પહેરેલાં કિંમતી વસ્ત્રોનો સમાંવેશ થતો નહોતો તેમજ તેમાં ઊંટના ગળામાંથી લઈ લેવાયેલા ઘરેણાંઓનો સમાંવેશ થતો નહોતો. 27 ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું. 28 આમ, મિદ્યાનીઓ ઈસ્રાએલીઓને તાબે થયા અને ત્યારપછી કદાપિ તેમણે માંથું ઊંચુ કર્યુ નહિ, અને ગિદિયોન જીવ્યો ત્યાં સુધી 40 વર્ષ દેશમાં શાંતિ રહી. 29 યોઆશનો પુત્ર, યરૂબ્બઆલ રહેવા માંટે પોતાને ઘેર પાછો ફર્યો. 30 ગિદિયોનને ઘણી પત્નીઓ હતી અને 70 પુત્રો હતાં. 31 શખેમમાં તેને એક ઉપપત્ની હતી એની કૂખે અબીમેલેક નામનો પુત્ર અવતર્યો. 32 યોઆસનો પુત્ર, ગિદિયોન અવસાન પામ્યો ત્યારે ઘણો ઘરડો હતો. તેઓએ તેને અબીએઝેરીઓના પ્રદેશમાં ઓફ્રાહ નગરમાં તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો. 33 એના અવસાન પછી ઈસ્રાએલીઓ ફરી પાછા દેવને છોડીને દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા, અને તેમણે બઆલબરીથને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. 34 ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા. 35 અને ઈસ્રાએલનું આટઆટલું ભલું કરનાર યરૂબ્બઆલ કટુંબને (ગિદિઓનને) પણ તેઓ વફાદાર નહોતા.
Total 21 પ્રકરણો, Selected પ્રકરણ 8 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
×

Alert

×

Gujarati Letters Keypad References