પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઝખાર્યા
1. પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.
2. યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?”
3. યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો.
4. દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.”
5. દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી મૂકો.” તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી, ને તેને વસ્ત્રો પહેરાવ્યાં: [તે વખતે] યહોવાનો દૂત પાસે ઊભો હતો.
6. યહોવાના દૂતે યહોશુઆને પ્રતિ કરીને કહ્યું,
7. “સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી આ ઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને આ પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’
8. હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.
9. કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’
10. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”

Notes

No Verse Added

Total 14 Chapters, Current Chapter 3 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
ઝખાર્યા 3
1. પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.
2. યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?”
3. યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો.
4. દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.”
5. દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી મૂકો.” તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી, ને તેને વસ્ત્રો પહેરાવ્યાં: તે વખતે યહોવાનો દૂત પાસે ઊભો હતો.
6. યહોવાના દૂતે યહોશુઆને પ્રતિ કરીને કહ્યું,
7. “સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’
8. હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર કહેવાય છે તેને હું પ્રગટ કરીશ.
9. કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’
10. સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”
Total 14 Chapters, Current Chapter 3 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
×

Alert

×

gujarati Letters Keypad References