પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત]. દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.
2. કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”
3. તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું [તથા] ભલું કરવાનું છોડી દીધું છે.
4. તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.
5. હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.
6. તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.
7. હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! અને મનુષ્યો તમારી પાંખોની છાયાનો આશ્રય લે છે.
8. તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; અને તમારાં સુખોની નદીમાંથી તેઓ પીશે.
9. કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.
10. જેઓ તમને ઓળખે છે તેમના ઉપર તમારી કૃપા, તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે તેઓના પર તમારું ન્યાયીપણું તમે જારી રાખજો.
11. અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.
12. અન્યાય કરનારાઓ આ પડી ગયા! તેઓ જમીનદોસ્ત થયા છે, તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 36 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 36
1. મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું ગીત. દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે નહિ.
2. કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”
3. તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું તથા ભલું કરવાનું છોડી દીધું છે.
4. તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.
5. હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.
6. તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.
7. હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! અને મનુષ્યો તમારી પાંખોની છાયાનો આશ્રય લે છે.
8. તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; અને તમારાં સુખોની નદીમાંથી તેઓ પીશે.
9. કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.
10. જેઓ તમને ઓળખે છે તેમના ઉપર તમારી કૃપા, તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે તેઓના પર તમારું ન્યાયીપણું તમે જારી રાખજો.
11. અહંકારીના પગને મારી સામા આવવા દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી કાઢે.
12. અન્યાય કરનારાઓ પડી ગયા! તેઓ જમીનદોસ્ત થયા છે, તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.
Total 150 Chapters, Current Chapter 36 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References