પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ન્યાયાધીશો
1. એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા; અને તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્‍મોનપુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને [અંદર] પૂરીને તારું ઘર બાળી નાખીશું.”
2. યિફતાએ તેઓને કહ્યું, “મારે તથા મારા લોકોને આમ્મોનપુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી; પણ મેં તમને બોલાવ્યા, ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહિ.
3. અને તમે મને ઉગાર્યો નહિ એ મેં જોયું, ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમ્‍મોનપુત્રોની સામે ગયો, ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા; તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો?”
4. પછી યિફતા ગિલ્યાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો; અને ગિલ્યાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું, ‘હે એફ્રાઈમ તથા મનાશ્‍શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો.’
5. અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,
6. ‘ના;’ ત્યારે તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ બોલ.’ અને તે સિબ્‍બોલેથ’ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શક્તો નહિ. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઈમીઓના બેંતાળીસ હજાર માણસ પડ્યા.
7. યિફતઅએ છ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો, ને ગિલ્યાદના [એક] નગરમાં તેને દાટવામાં આવ્યો.
8. તેના પછી બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલનો ન્યાય કર્યો.
9. તેને ત્રીસ દીકરા હતા; અને તેણે પોતાની ત્રીસ કન્યાને બહાર આપી, ને પોતાના દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા લાવ્યો. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
10. પછી ઇબ્સાન મરણ પામ્યો, ને તેને બેથલેહેમમાં દાટવામાં આવ્યો.
11. તેના પછી ઝબુલોની એલોને ઇઝરાયલનો ન્યાય કર્યો. તેણે દશ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
12. ઝબુલોની એલોન મરણ પામ્યો, ને તેને ઝબુલોની દેશના આયાલોનમાં દાટવામાં આવ્યો.
13. તેના પછી હિલ્‍લેલ પિરાથોનીના દીકરા આબ્દોને ઇઝરાયલનો ન્યાય કર્યો.
14. તેને ચાળીસ દીકરા ને ત્રીસ દીકરાના દીકરા હતા, તેઓ ગધેડીઓના સિત્તેર વછેરા પર સવારી કરતા હતા. તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
15. પછી હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો, ને તેને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઈમ દેશના પિરાથોનમાં દાટવામાં આવ્યો.

Notes

No Verse Added

Total 21 Chapters, Current Chapter 12 of Total Chapters 21
1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21
ન્યાયાધીશો 12
1. એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા; અને તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્‍મોનપુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું.”
2. યિફતાએ તેઓને કહ્યું, “મારે તથા મારા લોકોને આમ્મોનપુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી; પણ મેં તમને બોલાવ્યા, ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહિ.
3. અને તમે મને ઉગાર્યો નહિ મેં જોયું, ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમ્‍મોનપુત્રોની સામે ગયો, ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા; તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો?”
4. પછી યિફતા ગિલ્યાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો; અને ગિલ્યાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું, ‘હે એફ્રાઈમ તથા મનાશ્‍શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો.’
5. અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,
6. ‘ના;’ ત્યારે તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ બોલ.’ અને તે સિબ્‍બોલેથ’ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શક્તો નહિ. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઈમીઓના બેંતાળીસ હજાર માણસ પડ્યા.
7. યિફતઅએ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો, ને ગિલ્યાદના એક નગરમાં તેને દાટવામાં આવ્યો.
8. તેના પછી બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલનો ન્યાય કર્યો.
9. તેને ત્રીસ દીકરા હતા; અને તેણે પોતાની ત્રીસ કન્યાને બહાર આપી, ને પોતાના દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા લાવ્યો. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
10. પછી ઇબ્સાન મરણ પામ્યો, ને તેને બેથલેહેમમાં દાટવામાં આવ્યો.
11. તેના પછી ઝબુલોની એલોને ઇઝરાયલનો ન્યાય કર્યો. તેણે દશ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
12. ઝબુલોની એલોન મરણ પામ્યો, ને તેને ઝબુલોની દેશના આયાલોનમાં દાટવામાં આવ્યો.
13. તેના પછી હિલ્‍લેલ પિરાથોનીના દીકરા આબ્દોને ઇઝરાયલનો ન્યાય કર્યો.
14. તેને ચાળીસ દીકરા ને ત્રીસ દીકરાના દીકરા હતા, તેઓ ગધેડીઓના સિત્તેર વછેરા પર સવારી કરતા હતા. તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
15. પછી હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો, ને તેને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઈમ દેશના પિરાથોનમાં દાટવામાં આવ્યો.
Total 21 Chapters, Current Chapter 12 of Total Chapters 21
1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21
×

Alert

×

gujarati Letters Keypad References