પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ઊત્પત્તિ
1. ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો.
2. તે સમયે ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે ઘણાં પશુઓ, પુષ્કળ રૂપું તથા સોનુ હતું.
3. ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો.
4. એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી.
5. તે સમય દરમ્યાન લોત પણ ઇબ્રામ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. લોત પાસે પણ મોટી સંખ્યામાં ઢોરઢાંખર ઘેટાંબકરાં તથા તંબુઓ હતા.
6. ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે.
7. ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા.
8. ઇબ્રામે લોતને કહ્યું, “માંરી અને તારી વચ્ચે તેમ જ માંરા ગોવાળ અને તારા ગોવાળ વચ્ચે ઝગડા થવા જોઈએ નહિ. આપણે બધા ભાઈઓ છીએ.
9. આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.”
10. લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો.
11. તેથી લોતે પોતાને રહેવા માંટે યર્દનખીણનો પ્રદેશ પસંદ કર્યો. આમ બંન્ને એકબીજાથી જુદા પડયા. અને લોતે પૂર્વ તરફ પ્રયાણ કર્યું.
12. ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો.
13. સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.
14. જયારે લોત ચાલ્યો ગયો ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારી ચારે બાજુ જો, તું જયાં ઊભો છે ત્યાંથી ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં નજર કર.
15. આ બધી જ ભૂમિ, જેને તું જુએ છે, તે હું તને અને તારા પછી તારા વંશજોને સદાને માંટે આપું છું. આ પ્રદેશ હમેશને માંટે હવે તમાંરો છે.
16. હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે.
17. એટલા માંટે ઊઠ, તારા પ્રદેશમાં એક છેડેથી બીજા છેડા સુધી ફરી વળ, કારણ કે હું એ પ્રદેશ તને આપી દેનાર છું.”
18. તેથી ઇબ્રામે પોતાનો તંબુ ખસેડ્યો અને તે હેબ્રોનમાં આવેલા માંમરેનાં વિશાળ એલોન વૃક્ષો પાસે રહેવા ગયો. ત્યાં ઇબ્રામે યહોવા માંટે એક વેદી બાંધી.
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 13 / 50
1 ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો. 2 તે સમયે ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે ઘણાં પશુઓ, પુષ્કળ રૂપું તથા સોનુ હતું. 3 ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો. 4 એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી. 5 તે સમય દરમ્યાન લોત પણ ઇબ્રામ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. લોત પાસે પણ મોટી સંખ્યામાં ઢોરઢાંખર ઘેટાંબકરાં તથા તંબુઓ હતા. 6 ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે. 7 ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા. 8 ઇબ્રામે લોતને કહ્યું, “માંરી અને તારી વચ્ચે તેમ જ માંરા ગોવાળ અને તારા ગોવાળ વચ્ચે ઝગડા થવા જોઈએ નહિ. આપણે બધા ભાઈઓ છીએ. 9 આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.” 10 લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો. 11 તેથી લોતે પોતાને રહેવા માંટે યર્દનખીણનો પ્રદેશ પસંદ કર્યો. આમ બંન્ને એકબીજાથી જુદા પડયા. અને લોતે પૂર્વ તરફ પ્રયાણ કર્યું. 12 ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો. 13 સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા. 14 જયારે લોત ચાલ્યો ગયો ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારી ચારે બાજુ જો, તું જયાં ઊભો છે ત્યાંથી ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં નજર કર. 15 આ બધી જ ભૂમિ, જેને તું જુએ છે, તે હું તને અને તારા પછી તારા વંશજોને સદાને માંટે આપું છું. આ પ્રદેશ હમેશને માંટે હવે તમાંરો છે. 16 હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે. 17 એટલા માંટે ઊઠ, તારા પ્રદેશમાં એક છેડેથી બીજા છેડા સુધી ફરી વળ, કારણ કે હું એ પ્રદેશ તને આપી દેનાર છું.” 18 તેથી ઇબ્રામે પોતાનો તંબુ ખસેડ્યો અને તે હેબ્રોનમાં આવેલા માંમરેનાં વિશાળ એલોન વૃક્ષો પાસે રહેવા ગયો. ત્યાં ઇબ્રામે યહોવા માંટે એક વેદી બાંધી.
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 13 / 50
×

Alert

×

Gujarati Letters Keypad References