Gujarati બાઇબલ

ગણના total 36 પ્રકરણો

ગણના

ગણના પ્રકરણ 7
ગણના પ્રકરણ 7

1 જે દિવસે મૂસાએ મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમ જ તેમાંની બધી સાધનસામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનું અભિષેક અને શુધ્ધીકરણ કર્યું. તથા તે પાત્રોને પવિત્ર કર્યાં.

2 તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.

ગણના પ્રકરણ 7

3 તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે અકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.

4 પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

5 “તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.”

ગણના પ્રકરણ 7

6 તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા.

7 બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા.

8 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા.

9

10 પરંતુ કહાથના દીકરાઓને તેણે કંઈ જ આપ્યું નહિ, કારણ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું અને તેને તેઓ પોતાના ખભા ઉપર ઊંચકી લેતા હતા. વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.

ગણના પ્રકરણ 7

11 યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.

12 અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમિનાદાબનો દીકરો નાહશોન હતો.

13 અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

ગણના પ્રકરણ 7

14 તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.

15 તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન.

16 તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.

17 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમિનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.

ગણના પ્રકરણ 7

18 બીજે દિવસે સુઆરનો દીકરા નથાનિયેલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું.

19 અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.

20 દશ શેકેલ ધૂપથી ભરેલું સોનાનું ધૂપપાત્ર તેણે આપ્યું.

ગણના પ્રકરણ 7

21 તથા તેણે દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યું.

22 તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું.

23 અને તેણે શાંત્યર્પણોના યજ્ઞ માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. સુઆરના દીકરા નથાનિયેલનું અર્પણ એ હતું.

24 ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું.

ગણના પ્રકરણ 7

25 તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

26 વળી તેણે દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું આપ્યું.

27 તેણે દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યા.

ગણના પ્રકરણ 7

28 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.

29 તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.

30 ચોથે દિવસે શદેઉરનો દીકરો અલિસૂર રુબેનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

31 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

ગણના પ્રકરણ 7

32 વળી તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર અર્પણ કર્યું.

33 દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

34 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.

35 તેણે શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. એ શદેઉરના દીકરા અલિસૂરનું અર્પણ હતું.

ગણના પ્રકરણ 7

36 પાંચમે દિવસે સુરિશાદ્દાઈનો દીકરો શલુમિયેલ, શિમયોનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

37 અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

38 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું.

ગણના પ્રકરણ 7

39 દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું અર્પણ તેણે કર્યું.

40 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.

41 અને શાંત્યર્પણોનો યજ્ઞના માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ સૂરીશાદ્દાયના દીકરા શલુમિયેલનું અર્પણ હતું.

42 છઠ્ઠે દિવસે દુએલના દીકરા એલિયાસાફ ગાદના દીકરાનો અધિપતિ અર્પણ લાવ્યો.

ગણના પ્રકરણ 7

43 અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

44 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું.

45 દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

ગણના પ્રકરણ 7

46 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

47 અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.

48 સાતમે દિવસે આમિહુદનો દીકરો એલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.

49 અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

ગણના પ્રકરણ 7

50 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.

51 દહનીયાર્પણને માટે એક વાછરડું,એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

52 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.

53 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમિહુદના દીકરા એલીશામાનું અર્પણ હતું.

ગણના પ્રકરણ 7

54 આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

55 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

56 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

ગણના પ્રકરણ 7

57 દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું તેણે અર્પણ કર્યું.

58 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

59 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન પદાહસૂરના દીકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.

60 નવમા દિવસે ગિદિયોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના દીકરાઓનો આગેવાન તે પણ અર્પણ લાવ્યો.

ગણના પ્રકરણ 7

61 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

62 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

63 દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં.

ગણના પ્રકરણ 7

64 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.

65 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.

66 દસમે દિવસે આમિશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.

67 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

ગણના પ્રકરણ 7

68 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.

69 દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું.

70 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.

71 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમિશાદ્દાયના દીકરા અહીએઝેરનું અર્પણ હતું.

ગણના પ્રકરણ 7

72 અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો.

73 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

74 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.

ગણના પ્રકરણ 7

75 દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

76 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

77 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.

78 બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફ્તાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

ગણના પ્રકરણ 7

79 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું.અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

80 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

81 તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું,એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું.

ગણના પ્રકરણ 7

82 પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

83 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.

84 જે દિવસે વેદીનો અભિષેક થયો તે પ્રસંગે ઇઝરાયલના આગેવાનોએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું. એટલે ચાંદીની બાર કથરોટ, ચાંદીના બાર પ્યાલા તથા સોનાનાં બાર ધૂપપાત્રો,

ગણના પ્રકરણ 7

85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.

86 સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.

87 દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટા અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.

ગણના પ્રકરણ 7

88 તથા શાંત્યર્પણોના યજ્ઞને માટે કુલ ચોવીસ ગોધાં, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષનાં સાઠ હલવાન હતા, વેદીનો અભિષેક કરી તેના એ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું.

89 જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.