Gujarati Bible

Deuteronomy total 34 Chapters

Deuteronomy

Deuteronomy Chapter 21
Deuteronomy Chapter 21

1 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;

2 તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,

3 અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય.

Deuteronomy Chapter 21

4 અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.

5

6 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય. ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.

Deuteronomy Chapter 21

7 અને તેઓ એમ કહે કે, “અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.

8 હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો.” અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે.

9 આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિદોર્ષના લોહીથી દૂર રહેવું.

Deuteronomy Chapter 21

10 જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે.

11 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે,

12 તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે.

13 અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે; અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતાપિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય.

Deuteronomy Chapter 21

14 પછી એમ થાય કે જયારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી. પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહિ તેમ જ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહિ, કારણ કે તમે તેની આબરુ લીધી છે.

15 જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય.

16 પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ.

Deuteronomy Chapter 21

17 પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.

18 જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય.

19 તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.

Deuteronomy Chapter 21

20 અને તેઓ તે નગરના વડીલોને કહે કે “આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે.”

21 પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.

22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.

Deuteronomy Chapter 21

23 તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.