Gujarati Bible
2 Timothy total 4 Chapters
2 Timothy
2 Timothy Chapter 4
2 Timothy Chapter 4
1 માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાનાં તથા તેમના રાજ્યના *આદેશથી હું તને આગ્રહથી કહું છું કે,
2 તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ સમયમાં તત્પર રહે, પૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ.
2 Timothy Chapter 4
3 કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે;
4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.
5 પરંતુ તું સર્વ વાતે સાવધાન થા, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.
6 કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો અંતિમ સમય પાસે આવ્યો છે.
2 Timothy Chapter 4
7 હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, અને મેં વિશ્વાસ રાખ્યો છે.
8 અને હવે મારે સારું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે અદલ ન્યાયાધીશ પ્રભુ મને તે આપશે; અને કેવળ મને નહિ પણ જે સઘળાં તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.
અંગત શબ્દો 9 મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.
2 Timothy Chapter 4
10 કેમ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે; ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
11 એકલો લૂક મારી સાથે છે. માર્કને તારી સાથે લઈ આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.
12 તુખિકસને મેં એફેસસમાં મોકલ્યો.
13 જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો તે અને પુસ્તકો, પણ વિશેષે કરીને ચર્મપત્રો આવતા સમયે સાથે લઈ આવજે.
2 Timothy Chapter 4
14 એલેક્ઝાન્ડર તામ્રવર્ણોએ મને બહુ નુકસાન કર્યું છે, પ્રભુ તેનાં કામ પ્રમાણે તેણે બદલો આપશે,
15 તેના વિષે તું સાવધ રહેજે, કેમ કે તેણે અમારી વાતોનો બહુ વિરોધ કર્યો છે.
16 મારા પ્રથમ બચાવની વખતે મારી પાસે કોઈ પણ રહ્યું ન હતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા; *પ્રભુ એ તેઓની વિરુધ્ધ ન ગણે.
2 Timothy Chapter 4
17 તોપણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું, કે જેથી મારા દ્વારા સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળાં બિનયહૂદીઓ સાંભળે; અને હું સિંહના મોંમાંથી બચી ગયો.
18 અને પ્રભુ સર્વ ખરાબ હુમલાથી મને છોડાવશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને બચાવી રાખશે; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
છેલ્લી સલામ 19 પ્રિસ્કા તથા અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને સલામ પાઠવે છે.
2 Timothy Chapter 4
20 એરાસ્તસ કરિંથમાં રહી ગયો; અને ત્રોફિમસને માંદો પડવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો.
21 શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે. યુબૂલસ, પુદેન્સ, લીનસ, ક્લોદિયા તથા સર્વ ભાઈઓ તને સલામ કહે છે.
22 પ્રભુ તમારા આત્માની સાથે રહો. તારા પર કૃપા હો.