Gujarati Bible

Judges total 21 Chapters

Judges

Judges Chapter 5
Judges Chapter 5

1 તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.

2 “યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.

3 ઓ રાજાઓ, સાંભળો, હું યહોવાના ગીતો ગાઉં છું, હું ઈસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ ગાઉ છું.

4 હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.

Judges Chapter 5

5 સિનાઈના દેવ, યહોવાની સામે, ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.

6 આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.

7 ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં. ત્યાં ફકત મોટા નગરો હતાં.

Judges Chapter 5

8 ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા, પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું. ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં, પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!

9 હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો!

10 અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,

11 ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.

Judges Chapter 5

12 યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા. દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ, અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા, અને દુશ્મનોને પકડી લે.

13 પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા. યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.

14 એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.

Judges Chapter 5

15 ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.

16 કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં? ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં.

17 યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.

Judges Chapter 5

18 પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.

19 રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું. કનાનના રાજાઓ યુદ્ધ ચડયા, પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં.

20 આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.

Judges Chapter 5

21 પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં, મજબૂત બન અને આગળ ધસ.

22 જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા.

23 યહોવાનો દૂત કહે છે, “મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.” તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.

24 હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે.

Judges Chapter 5

25 સીસરાએ જ્યારે પાણી માંગ્યું તો એણે તેને કિંમતી દૂધ આપ્યું શ્રેષ્ઠ વાટકામાં.

26 તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો.

27 તે યોએલના ચરણોમાં ઢળી પડયો અને જયાં પડયો ત્યાં જ મરી ગયો.

28 સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, “હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?”

Judges Chapter 5

29 તેથી તેણીની સખીઓમાંની સૌથી શાણીએ જવાબ આપ્યો. ચોક્કસ તે પોતાની જાતને કહી રહી હતી.

30 “તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”

31 આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.