Gujarati Bible

Genesis total 50 Chapters

Genesis

Genesis Chapter 27
Genesis Chapter 27

1 જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”

2 ઇસહાકે કહ્યું, “જુઓ, હું વૃદ્વ થઈ ગયો છું. હવે હું જલ્દી મરી જઇશ,

3 એટલે તું તારાં હથિયાર, બાણો અને ધનુષ્ય લે અને જંગલમાં જઈને માંરે માંટે શિકાર કરીને કંઈક લાવ.

Genesis Chapter 27

4 અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”

5 એટલે એસાવ શિકાર કરવા ગયો.રિબકાએ તે વાતો સાંભળી હતી, જે ઇસહાકે પોતાના પુત્ર એસાવ સાથે કરી હતી.

6 રિબકાએ તેના પુત્ર યાકૂબને કહ્યું, “સાંભળ, મેં તારા પિતાને તારા ભાઈ સાથે વાતો કરતાં સાંભળ્યા છે.

7 તારા પિતાએ કહ્યું, ‘માંરા ખાવા માંટે શિકાર કરીને કંઈક લઈ આવ, અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, જેથી હું ખાઉં અને મરતાં પહેલાં દેવની સાક્ષીએ તને આશીર્વાદ આપું.’

Genesis Chapter 27

8 એટલા માંટે હવે માંરા પુત્ર, હું તને કહું તે પ્રમાંણે કર.

9 આપણી બકરીઓનાં ઝુંડમાં જા અને બે સરસ લવારાં માંરી પાસે લઈ આવ. જેથી હું તેમાંથી તારા પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીશ.

10 પછી તું તે તારા પિતાની આગળ લઈ જજે, જેથી તે ખાઈને મરતાં પહેલાં તને આશીર્વાદ આપે.”

11 પરંતુ યાકૂબે પોતાની માંતા રિબકાને કહ્યું, “પરંતુ માંરા ભાઈ એસાવને તો આખા શરીરે વાળ છે, અને માંરું શરીર વાળ વગરનું છે.

Genesis Chapter 27

12 કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.”

13 તેથી રિબકાએ તેને કહ્યું, “કોઈ મુશ્કેલી ઊભી થશે તો તે હું માંરા માંથે લઈ લઇશ. હું જે કહું છું તે કર. જા, અને માંરા માંટે બે લવારાં લઈ આવ.”

14 એટલે યાકૂબ બહાર ગયો. તેણે બે બકરીઓ પકડી. અને તે તેને તેની માંતા પાસે લાવ્યો. રિબકાએ ઇસહાકની પસંદગી પ્રમાંણે સ્વાદિષ્ટ વાનગી બનાવી.

Genesis Chapter 27

15 પછી રિબકાએ તે પોષાક જે તેનો મોટો પુત્ર એસાવ પહેરવા માંટે પસંદ કરતો હતો, તે લઈને પોતાના નાના પુત્ર યાકૂબને પહેરાવ્યો.

16 અને લવારાંની ખાલ યાકૂબના હાથ પર અને તેની ડોકીના સુંવાળા ભાગ પર ઢાંકી દીધી.

17 પછી તેણે પોતે તૈયાર કરેલી પેલી સ્વાદિષ્ટ વાનગી અને રોટલી પોતાના પુત્ર યાકૂબના હાથમાં આપી.

18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!”ઇસહાકે, પૂછયું, “શું છે બેટા? તું કોણ છે?”

Genesis Chapter 27

19 યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”

20 પરંતુ ઇસહાકે પોતાના પુત્રને કહ્યું, “બેટા, તને આટલો જલદી કેવી રીતે શિકાર મળી ગયો?”યાકૂબે જવાબ આપ્યો, “કારણ કે તમાંરા દેવ યહોવાએ મને જલદીથી શિકાર ઉપલબ્ધ કરાવ્યો.”

Genesis Chapter 27

21 પછી ઇસહાકે યાકૂબને કહ્યું, “બેટા, માંરી પાસે આવ, જેથી હું તારો સ્પર્શ કરી શકું અને જાણી શકું કે, તું માંરો પુત્ર એસાવ છે કે, નહિ?”

22 યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.”

23 ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.

Genesis Chapter 27

24 ઇસહાકે કહ્યું, “શું, તું ખરેખર માંરો પુત્ર એસાવ જ છે?” યાકૂબે જવાબ આપ્યો, “હાજી!”

25 પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.

26 પછી ઈસહાકે તેને કહ્યુ, “પુત્ર, માંરી પાસે આવ, અને મને ચુંબન કર.”

27 તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેેવી છે.

Genesis Chapter 27

28 દેવ તારા માંટે આકાશમાંથી ઝાકળ વરસાવો. જેથી તમને મબલખ પાક અને દ્રાક્ષારસ મળે.

29 બધા લોકો તમાંરી સેવા કરે. રાષ્ટ તમાંરી શરણે આવે, તમે તમાંરા ભાઈઓ ઉપર શાસન કરો. તારી માંતાના પુત્રો તારા ચરણોમાં નમે. અને તારી આજ્ઞાનું પાલન કરો. પ્રત્યેક વ્યકિત જે તમને શાપ આપશે તે શાપ તેના પર ઊતરશે અને જે વ્યકિત આશીર્વાદ આપશે, તે આશીર્વાદ પામશે.”

30 ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો.

Genesis Chapter 27

31 એસાવે પોતાના પિતાની પસંદગીનું વિશિષ્ટ ભોજન બનાવીને પોતાના પિતા પાસે મૂકયું. તેણે તેના પિતાને કહ્યું, “પિતાજી, ઊઠો અને ભોજન કરો. તમાંરા પુત્રએ તમાંરા માંટે શિકાર કર્યો છે, તે જમો. પછી તમે મને આશીર્વાદ આપી શકો છો.”

32 પરંતુ ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?”તેણે જવાબ આપ્યો, “હું આપનો મોટો પુત્ર એસાવ.”

33 પછી ઇસહાક ખળભળી ઊઠયો, તેણે પૂછયું, “તો પછી તું આવ્યો તે પહેલાં શિકાર કરીને માંરી આગળ લઈ આવ્યો તે કોણ? મેં તો ખાઈને તેને આશીર્વાદ પણ આપ્યો! આશીર્વાદને પાછો ખેંચવાનો સમય તો જતો રહ્યો. અને એ તો હવે કાયમ જ રહેશે.”

Genesis Chapter 27

34 એસાવે પોતાના પિતાનાં વચનો સાંભળ્યા. તેનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ખૂબ મોટેથી કારમી બૂમ પાડીને પોતાના પિતાને કહ્યું, “પિતાજી, તો પછી મને પણ આશીર્વાદ આપો.”

35 ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ માંરી સાથે છળ કરીને તારા આશીર્વાદ લઈ ગયો.”

36 એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?”

Genesis Chapter 27

37 ઇસહાકે જવાબ આપ્યો, “નાજી, હવે તો ઘણું મોડું થઇ ગયું છે. મેં યાકૂબને તારા પર શાસન કરવાનો અધિકાર આપી દીધો છે. મેં એમ પણ કહી દીધું છે કે, બધા ભાઇઓ એના સેવક બનશે. મેં તેને પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસની જોગવાઇના આશીર્વાદ આપ્યા છે. બેટા, તને આપવા માંટે હવે માંરી પાસે કશું જ રહ્યું નથી.”

38 પરંતુ એસાવ પોતાના પિતા પાસે માંગતો જ રહ્યો, “પિતાજી, શું તમાંરી પાસે એક પણ આશીર્વાદ નથી? પિતાજી, મને પણ આશીર્વાદ આપો.” એમ કહીને એસાવ મોટા સાદે રડવા લાગ્યો.

Genesis Chapter 27

39 પછી ઇસહાકે તેને કહ્યું, “તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય. તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.

40 તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે, તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે. પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”

41 તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.”

Genesis Chapter 27

42 રિબકાને એસાવ દ્વારા યાકૂબને માંરી નાખવાના ષડયંત્રની જાણ થઈ. તેણે યાકૂબને બોલાવીને કહ્યું, “સાંભળ, તારો ભાઈ એસાવ તને માંરી નાખવાનું ષડયંત્ર કરી રહ્યો છે.

43 તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે.

44 તારા ભાઈનો ક્રોધ ના શમે ત્યાં સુધી થોડો સમય તું તેની પાસે રહે.

Genesis Chapter 27

45 થોડા સમય પછી તેં જે કાંઈ કર્યુ છે તે તારો ભાઈ ભૂલી જશે પછી હું તને તેડાવી લઈશ. હું એક જ દિવસે તમને બન્નેને ગુમાંવવા માંગતી નથી.”

46 પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”