Gujarati Bible
Genesis total 50 Chapters
Genesis
Genesis Chapter 10
Genesis Chapter 10
1 નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે.
2 યાફેથના પુત્રો હતા: ગોમેર, માંગોગ, માંદાય, યાવાન, તુબાલ, મેશેખ અને તીરાસ.
3 ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ.
4 યાવાનના પુત્રો હતા: એલિશા, તાશીર્શ, કિત્તીમ, અને દોદાનીમ.
Genesis Chapter 10
5 ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.
6 હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.
7 કૂશના પુત્રો હતા: સબા, હવીલાહ, સાબ્તાહ, રાઅમાંહ અને સાબ્તેકા.રાઅમાંહના પુત્રો હતા: શબા અને દદાન.
Genesis Chapter 10
8 કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો.
9 તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”
10 શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ.
11 નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથઈર, કાલાહ અને
Genesis Chapter 10
12 રેસેન નગરો વસાવ્યાં. રેસેન એ નિનવેહ અને મહાનગરી કાલાહ વચ્ચે આવેલું છે.
13 મિસરાઇમાંથી લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
14 પાથરૂસીમ, કાસ્લુહીમ અને કાફતોરીમ ઊતરી આવેલા છે અને કાફતોરીમમાંથી પલિસ્તીઓ ઊતરી આવેલા છે.
15 કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.
Genesis Chapter 10
16 કનાનના બીજા વંશજો: યબૂસીઓ, અમોરીઓ, ગિર્ગાશીઓ,
17 હિવ્વીઓ, આરકીઓ, સીનીઓ,
18 આરવાદીઓ, સમાંરીઓ અને હમાંથીઓ. પછી કનાનીઓની જુદીજુદી જાતિઓ ફેલાવા લાગી.
19 કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર,પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી.
20 આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટો થઈ ગયા.
Genesis Chapter 10
21 યાફેથનો મોટો ભાઈ શેમ હતો. શેમનો એક વંશજ હેબેર હિબ્રૂ લોકોનો પિતા હતો.
22 શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.
23 અરામના પુત્રો હતા: ઉસ, હૂલ, ગેથેર અને માંશ.
24 આર્પાકશાદને ત્યાં શેલાહ જન્મ્યો અને શેલાહને ત્યાં હેબેર.
25 હેબેરને બે પુત્રો હતા, એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.
Genesis Chapter 10
26 યોકટાનના દીકરાઓ: આલ્મોદાદ, શેલેફ, હસાર્માંવેથ, યેરાહ હતા.
27 હદોરામ, ઉઝાલ, દિકલાહ.
28 ઓબાલ, અબીમાંએલ, શબા,
29 ઓફીર, હવીલાહ, અને યોબાબ, એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.
30 તેમનો પ્રદેશ મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલા સફાર સુધી વિસ્તરેલો હતો.
31 આ થયા શેમના વંશજો, જેઓના પરિવાર ભાષા, પ્રદેશ અને રાષ્ટના એકમોમાં વ્યવસ્થિત હતા.
Genesis Chapter 10
32 એમના રાષ્ટો પ્રમાંણે, નૂહમાંથી ઊતરી આવેલા આ લોકો છે. વિનાશક જળપ્રલય પછી પૃથ્વીની બધી પ્રજાઓ નૂહના વંશજોમાંથી ઊતરી આવેલી છે.