Gujarati Bible

Deuteronomy total 34 Chapters

Deuteronomy

Deuteronomy Chapter 32
Deuteronomy Chapter 32

1 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો, અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.

2 માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે, માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ, ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.

3 હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.

4 યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે, તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે. તે સર્વદા વિશ્વાસપાત્ર છે! તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.

Deuteronomy Chapter 32

5 તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા. તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!

6 ઓ મૂર્ખ લોકો! જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો? એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો? અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.

7 ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો; કેવા હતા તમાંરા પૂર્વજો! પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે; પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.

Deuteronomy Chapter 32

8 પરાત્પર યહોવાએ પૃથ્વી પર, પ્રજાઓને વિભાજીત કર્યા, પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી, સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.

9 પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા, કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.

10 વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું, અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.

11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.

Deuteronomy Chapter 32

12 એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા. કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.

13 દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા, ખેતરોનો મોલ ખવડાવ્યો, ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ; આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.

14 યહોવાએ તેમને ગાયોનું અને બકરીઓનું દૂધ, શ્રેષ્ઠ ઘેટાં અને સારામાં સારા ઘઉ આપ્યાં. તેઓએ દ્રાક્ષોમાંથી શ્રેષ્ઠ પીણું દ્રાક્ષારસ પીધો.

Deuteronomy Chapter 32

15 પરંતુ યશુરૂને પસંદ કરેલા લોકોએ ચરબી વધારી અને રાજદ્રોહ કર્યો. ઇસ્રાએલના લોકો જાડાં અને ખાધે સુખી હતાં અને બગડી ગયા હતાં. તેઓએ તેમના સર્જનહાર દેવને છોડી દીધા. તેઓ, તેમને બચાવનારા તેમના બળવાન તારણહારની ધૃણા કરવાનંુ શરુ કર્યું.

16 અન્ય દેવોની કરી પૂજા, યહોવામાં ઇર્ષ્યા જગાડી; ધૃણાજનક આચારો પાળી દેવનો રોષ વહોર્યો.

17 જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં. જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.

Deuteronomy Chapter 32

18 તેઓ તેમના સર્જનહાર, તેમના બળવાન તારણહાર દેવને ભૂલી ગયા અને તેઓ તેમને જન્મઆપનાર દેવને ભૂલી ગયા.

19 આ જોઇને યહોવા રોષે ભરાયા, તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.

20 તેમણે વિચાર્યુ, ‘હું વિમુખ થઈ જાઉં એ લોકોથી, ને જોંઉ તો ખરો, શા હાલ થાય છે એ લોકોના, એ પેઢી દગાબાજ અને વિશ્વાસઘાતી છોકરાં છે, જોઉ તો ખરો, કેવી એ લોક પોક ભૂકે છે?

Deuteronomy Chapter 32

21 કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે. અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ; હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ; અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ.

22 એ મુજ ક્રોઘાગ્નિ ભભૂકી ઉઠયો છે, પાતાળના તળિયા સુધી બધુ ભસ્મ થશે. અને મૂળમાંથી આખા પર્વતને અને પૃથ્વીને અને પાકને ભરખી જશે.

Deuteronomy Chapter 32

23 પછી હું તે લોકો પર એક પછી એક આફતો ઉતારીશ; તરકશનાં માંરાં તીક્ષ્ણ તીરોથી હું તેઓને વીંધી નાખીશ.

24 કરી દુકાળ, રોગચાળો અને મરકી; જશે તેમનો કોળિયો. અને છૂટા મૂકીશ હું તેમના પર, ઝેરી નાગો અને જનાવરો જંગલી.

25 ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે, ને ઘરમાં ભયથી ફફડી મરશે; જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો, વળી ધાવણાં બાળક પણ નહિ બચે.

26 દૂરના દેશોમાં તેઓને વિખેરી નાખવાનો મે નિર્ણય કર્યો હતો, તેમનું સ્મરણ સુદ્ધાં ન રહે, તેવો મેં સંકલ્પ કર્યો હતો.

Deuteronomy Chapter 32

27 પરંતુ મને ભય છે એવો કે તેમનાં શત્રુઓ ખોટું સમજશે; અમાંરા બાહુબળથી ઇસ્રાએલનો કર્યો વિનાશ-બડાશ હાંકશે. “યહોવાએ તેમનો વિનાશ નથી કર્યો.’

28 “ઇસ્રાએલ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે.

29 તેઓમાં હોશિયારી-સમજણ હોત તો કેવું સારૂં? કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?

30 એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.

Deuteronomy Chapter 32

31 અન્ય પ્રજાઓ પાસે આપણા ખડક સમ ખડક નથી, આપણા શત્રુઓ પણ તે જાણે છે.

32 તેઓની દ્રાક્ષ લતાઓ અને ખેતરો અદોમ અને ગમોરાહની જેમ કડવાશ અને ઝેરથી ભરેલા છે.

33 વિષવેલ જેવા કડવા વખ, ને સર્પના જીવલેણ વિષ જેવા. દ્રાક્ષારસ તેઓ પીએ છે.

34 યહોવા કહે છે: ‘સજા માંરી પાસે રક્ષિત છે, મેં તેને માંરા સંગ્રહખાનામાં તાળું માંરી રાખ્યાં છે.

Deuteronomy Chapter 32

35 હું બદલો લઇશ, હું તેમના દુશ્મનોને સજા કરીશ; તેનાં દુશ્મનો લપસી પડશે, તેમના વિનાશનો દિવસ નજીક છે.’

36 યહોવાનો ન્યાય તેના લોકોના પક્ષમાં હશે, તેઓ દયા દર્શાવી સૌને બચાવી લેશે; ગુલામ અને મુકત બંનેની શકિત ક્ષીણ થતાં જોઈ તે દુ:ખી થશે.

37 યહોવા તે સમયે લોકોને, પૂછશે કે ‘તેઓના દેવો કયાં છે? જેમને બળવાન તારણહાર ખડક માંન્યા હતા, તે તમાંરા દેવો કયાં છે?

Deuteronomy Chapter 32

38 કહેવાતા દેવ, જેમનું શરણું તમે લીધું હતું, જે તમાંરા બલિની ચરબી ખાતાં હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે તમાંરી મદદમાં કેમ આવતા નથી?

39 હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?

40 હું માંરો હાથ આકાશ તરફ ઊંચો કરું છું. અને સમ ખાઉ છું કે હું સદાય જીવંત છું.

Deuteronomy Chapter 32

41 કે હું જ માંરી ચળકતી તરવારની ધાર કાઢીશ, અને ન્યાય કરીશ; દુશ્મનો પર હું વેર વાળીશ અને જે મને ધિક્કારે છે તેને હું સજા કરીશ.

42 માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે, અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે, તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે. તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’

43 3ઓ દેશજાતિઓ, દેવના લોકોનો જયનાદ કરો; તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, કરશે સજા તે પોતાના દુશ્મનોને, ને કરશે પાવન પોતાના લોકોના દેશને.”

Deuteronomy Chapter 32

44 મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા.

45 મૂસાએ તમાંમ ઇસ્રાએલીઓને આ વચનો આપવાનું પૂરૂં કર્યા પછી.

46 તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો.

47 આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”

Deuteronomy Chapter 32

48 તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું,

49 “મોઆબના પ્રદેશમાં યરીખોની સામે અબારીમના પર્વતોમાં નબો પર્વત પર જા, તેની ટોચ પર ચઢીને ઇસ્રાએલી લોકોને હું જે કનાનનો પ્રદેશ આપવાનો છું તે તું જોઈ લે.

50 તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે જોડાઈ ગયો, તેમ તે દેશ જોયા પછી તારે પણ એ જ પર્વત પર મૃત્યુ પામીને પિતૃલોકમાં જવાનું છે,

Deuteronomy Chapter 32

51 કારણ કે તમે સીનના રણમાં કાદેશ આગળ આવેલા મરીબાહનાં ઝરણા નજીક માંરા પર અવિશ્વાસ કરીને ઇસ્રાએલીઓ આગળ માંરું અપમાંન કર્યુ હતું.

52 તેથી સર્વ ઇસ્રાએલીઓને જે દેશ આપનાર છું. તેને તૂ દૂરથી જોઈ શકીશ. પણ તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”