Gujarati Bible

1 Kings total 22 Chapters

1 Kings

1 Kings Chapter 7
1 Kings Chapter 7

1 સુલેમાંનને પોતાનો મહેલ પૂરો કરતાં 13 વર્ષ લાગ્યાં હતાં.

2 તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી.

3 પાટડાઓની હાર ત્રણ હતી, અને પ્રત્યેક હારમાં 15 પ્રમાંણે કુલ બધા મળીને 45 પાટડા હતા. આ દેવદારના થાંભલા છતને ટેકો આપતા હતા.

1 Kings Chapter 7

4 ત્રણ હારમાં બારીના ચોકઠાઓ એકબીજાની સામસામે હતાં.

5 બધા પ્રવેશદ્રાર અને બારણાંનાં ચોકઠાં ચોરસ આકારના હતા. અને તે એકબીજાની સામસામે ત્રણ હારમાં ગોઠવેલાં હતા.

6 બીજા ઓરડાનું નામ “સ્તંભની પરસાળ” હતું. તેની લંબાઈ 50 હાથ હતી અને તે 30 હાથ પહોળો હતો. આ ઓરડાની આગળ થાંભલાઓ હતાં જે પરસાળની છતને ટેકવતાં હતાં.

7 એક રાજ્યાસનખંડ અથવા “ન્યાયખંડ” પણ હતો, જેમાં બેસીને સુલેમાંન ન્યાય કરતો હતો. એ ખંડ આખો ભોંયતળિયાથી છત સુધી દેવદારની તકતીઓથી જડેલો હતો.

1 Kings Chapter 7

8 સુલેમાંને તેનો પોતાનો મહેલ બનાવ્યો, જેમાં તે રહ્યો હતો “ન્યાયખંડ”ની પાછળના ભાગમાં હતો. તે મહેલ, અને ફારુનની પુત્રી જેને એ પરણ્યો હતો તેને માંટે બાંધેલો મહેલ સરખાંજ હતાં.

9 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા.

10 એમના પાયા મોટા આઠથી દસ હાથ પહોળા કિંમતી પથ્થરોના બનેલાં હતા.

1 Kings Chapter 7

11 અને તેના પર માંપસર ઘડેલા પથ્થરોના અને દેવદારના થર હતા.

12 મોટા ચોકની ફરતી દીવાલમાં ત્રણ થર ઘડેલાં પથ્થરના અને એક થર દેવદારના લાકડાનો હતો અને યહોવાના મંદિરના અંદરના ચોકમાં તેમ જ મંદિરની પરસાળમાં પણ એ જ પ્રમાંણે થરો હતા.

13 રાજા સુલેમાંને હીરામને: તૂરથી બોલાવડાવ્યો.

14 તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.

1 Kings Chapter 7

15 તેણે કાંસાને ઢાળીને બે થાંભલાઓ તૈયાર કર્યા. દરેક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી અને તેનો પરિઘ 12 હાથનો હતો.

16 સ્તંભની ટોચ પર મૂકવા માંટે તેણે કાંસાના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ 5 હાથ હતી.

17 કળશને શણગારવા માંટે કાંસાની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ સાત કાંસાની સાંકળીઓનું જાળી કામ કરેલ હતું.

18 કળશ પર મૂકવા માંટે તેણે દરેક જાળીની ગૂંથણીની આસપાસ દાડમની બે હારમાંળા બનાવી.

1 Kings Chapter 7

19 આ કળશનો આકાર કમળ જેવો હતો, અને તેમની ઊંચાઈ ચાર હાથ હતી.

20 આ કળશો જાળી ગૂંથણીની બાજુમાં સ્તંભની પર ગોળાકાર કિનારીની પર સ્તંભની ટોચ પર હતા. દરેક સ્તંભો પર હારબંધ 200 દાડમો કોતરેલાઁ હતાઁ.

21 એ થાંભલા મંદિરની ઓસરી આગળ આવેલા હતા. જમણે હાથે આવેલા થાંભલાનું નામ યાખીન હતું અને ડાબે હાથે આવેલા થાંભલાનું નામ બોઆઝ હતું.

22 સ્તંભ પર મૂકેલા કળશો કમળોના આકાર જેવાં હતાં. આમ સ્તંભોનું કામ પૂર્ણ થયું.

1 Kings Chapter 7

23 પછી તેણે ગાળેલા કાંસામાંથી ‘સમુદ્ર’ નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.

24 ‘સમુદ્રની’ કિનાર નીચે ‘સમુદ્રને’ ફરતી દસ હાથ લાંબી દીવાલો હતી, દીવાલો બે હારમાં ગોઠવાયેલી હતી અને હોજની જેમજ ઢળાયેલી હતી.

25 કાંસાના બનાવેલા 12 બળદ પર હોજ મૂકેલો હતો. ત્રણ બળદનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતા. તેઓની પૂંછડી અંદરની બાજુએ હતી.

1 Kings Chapter 7

26 હોજની દીવાલની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની કોરનો આકાર વાટકાની કોર જેવો અને કમળના ફૂલ સમાંન હતો, તેમાં 2ણ000 બાથ પાણી સમાંઈ શકે તેમ હતું.

27 તદુપરાંત તેણે કાંસાની 10 ઘોડીઓ બનાવી, પાયો બનાવી; દરેક ઘોડીનો, પાયો 4 હાથ લાંબો, 4 હાથ પહોળો, અને 3 હાથ ઊંચો હતો.

28 આ ધોડીઓની, એવી રીતે રચના આવી હતી; કે તેની સપાટી પર કિનારી હતી.

1 Kings Chapter 7

29 અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી.

30 દરેક ઘોડીને કાંસાના ચાર પૈડા હતાં. અને તેની ધરી પણ કાંસાની હતી. મેજને ચાર ખૂણા હતાં જેને ગાળેલા પીતળમાંથી બનાવેલા ચાર ટેકાઓ મૂક્યાં હતાં. એ હાથા પર ફુલ વેલની ભાત કોતરેલી હતી.

31 તે મથાળેથી અંદરની તરફ ખૂલતું હતું અને તે દોઢ હાથ ઉંચુ હતું, મથાળા પર કોતરકામ કરેલું હતું અને એની તકતીઓ ચોરસ હતી, ગોળ નહોતી,

1 Kings Chapter 7

32 ઘોડીઓની નીચે અંદરમાં ચાર પૈડા હતાં અને તેની ધરી મેજના પાયામાં બેસાડેલી હતી. પૈડાં દોઢ હાથ ઊંચા હતાં.

33 પૈડાંનો ઘાટ રથના પૈડાં જેવો હતો. તેમની ધરીઓ, તેમની વાટો તેમના આરા તથા તેમનાં ચક્ર એ બધાં કાંસાના બનેલાં હતાં.

34 દરેક ઘોડીને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તે બધાં ઘોડીની સાથે એક જ ટૂકડામાંથી બનાવેલાં હતાં.

35 ઘોડીની પર એક ગોળાકાર ઘુંમટ હતો, અને તેની ઊંચાઈ અડધા હાથની હતી. તેનો કિનારો અને ટેકાઓ બધાં એક જ ટૂકડામાંથી બનાવ્યાં હતાં.

1 Kings Chapter 7

36 એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી.

37 આ રીતે એણે 10 ઘોડીઓ બનાવી હતી; તે બધીજ એક સરખી અને ગાળેલા કાંસામાંથી બનાવેલી હતી અને કદમાં અને આકારમાં સમાંન હતી.

38 પછી તેણે કાંસાની 10 કૂંડીઓ બનાવી, દરેક કૂંડીમાં 40 બાથ1 પાણી માંય એવી અને 4 હાથ વ્યાસની હતી. દરેક ધોડી માંટે એક ઘડો હતો.

1 Kings Chapter 7

39 તેણે 5 કૂંડી મંદિરની દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ મૂકી. તેણે પિતળનો ‘સમુદ્ર’ મંદિરના અગ્નિખૂણા પર રાખ્યો.

40 તદુપરાંત હીરામે કૂંડા-પાવડા તથા તપેલાં બનાવ્યાં. આ પ્રમાંણે હીરામે યહોવાના મંદિરને લગતું સુલેમાંન રાજાને માંટે તે સર્વ તેણે પૂરું કર્યુ.

41 તેણે 2 થાંભલા, અને કળશ અને સ્તંભની ટોચ પરના ઘુંમટને ઢાંકતી બે જાળી બનાવી હતી.

1 Kings Chapter 7

42 અને એ 2 જાળીને માંટે 400 દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બંને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માંટે દાડમની બબ્બે હારો;

43 તેણે 10 ધોડી બનાવી અને તેને માંટે 10 કૂંડા બનાવ્યા.

44 બાર બળદો પર ટેકવેલો એક મોટો હોજ,

45 દેગડા, પાવડા, અને વાસણો, યહોવાના મંદિર માંટેની આ સર્વ વસ્તુઓ અને બીજાં બધાં વાસણો હીરામે મંદિરમાં વાપરવા માંટે બનાવ્યાં હતાં. જે મંદિર રાજા સુલેમાંન યહોવા માંટે બંધાવતો હતો અને તે કાંસાનાં બનાવેલાં હતાં.

1 Kings Chapter 7

46 આ બધી વસ્તુઓ તેણે યર્દન નદીના મેદાન પ્રદેશમાં સુક્કોથ અને સારથાનની વચ્ચે માંટીના બીબા વાપરીને ગાળેલા કાંસાની બનાવેલી હતી.

47 સુલેમાંને એ સર્વ વાસણો વજન કર્યા વિના રહેવા દીધાઁ, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી કાંસાનું કુલ વજન ક્યારેય નક્કી ન થઇ શક્યું.

48 સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ,

1 Kings Chapter 7

49 તેણે શુદ્ધ સોનાના પાંચ ઊભા દીવા દક્ષિણ બાજુએ અને પાંચ ઉત્તર બાજુ; પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધા સોનાનાઁ બનેલાઁ હતાઁ.

50 શુદ્વ સોનાનાઁ પ્યાલાં, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ, અને ગર્ભગૃહનાં તેમજ પરમ-પવિત્રસ્થાનના બારણાં માંટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.

51 આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.