Gujarati Bible
1 Kings total 22 Chapters
1 Kings
1 Kings Chapter 2
1 Kings Chapter 2
1 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો:
2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે.
3 તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય.
1 Kings Chapter 2
4 જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,”‘
5 “સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં.
1 Kings Chapter 2
6 તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ.
7 “પરંતુ ગિલયાદના બાઝિર્લ્લાયના પરિવાર પ્રતિ સદા મિત્રભાવ રાખજે, તેમને પણ ભોજન સમયે તારી સાથે રાખજે, કારણ કે હું જયારે તારા ભાઈ આબ્શાલોમથી ભાગતો ફરતો હતો, ત્યારે તેઓ માંરા પ્રત્યે વફાદાર રહ્યાં હતા, અને માંરી સારસંભાળ રાખી હતી.
8 “બાહૂરીમનો બિન્યામીની જાતિના ગેરાનો પુત્ર શિમઈ હજી તારી સાથે છે, હું માંહનાઈમ ગયો ત્યારે તેણે મને ભારે શાપ આપ્યો હતો, પણ યર્દન નદી આગળ મળવા આવ્યો હતો અને મેં તેને યહોવાને નામે સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે, હું તેને માંરી તરવારથી માંરીશ નહિ.
1 Kings Chapter 2
9 પરંતુ હવે તારે એને સજા વગર જવા દેવો નહિ, તું સમજુ છે અને એની સાથે કેમ કામ પાર પાડવું એ તને સમજાઈ રહેશે, ખાતરી કરજે કે તે વેદનાપૂર્ણ મૃત્યુથી મરે.”
10 પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો.
11 તેણે ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજય કર્યુ સાત વર્ષ હેબ્રોનથી અને તેત્રીસ વર્ષ યરૂશાલેમથી.
12 પછી તેના પિતા દાઉદને સ્થાને સુલેમાંને રાજગાદી સંભાળી; તેણે રાજ્ય પર કાબૂ મેળવ્યો હતો, તેનો રાજ્ય પરનો કાબૂ મજબૂત બન્યો.
1 Kings Chapter 2
13 એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું.
14 એટલે તેણે કહ્યું, માંરે તમને એક વાત કરવી છે, બાથશેબાએ કહ્યું “તમાંરે શું કહેવું છે?”
15 એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી.
1 Kings Chapter 2
16 અને હવે માંરે તમને એક વિનંતી કરવાની છે. કૃપા કરીને તમે ના ન પાડશો,” બાથશેબાએ પૂછયું, “તો શુંં?”
17 તેથી અદોનિયાએ જવાબ આપ્યો, “તમે મહેરબાની કરી સુલેમાંનને પૂછો, મને અબીશાગ સાથે પરણવાની રજા આપે. તમને તે ના પાડશે નહિ.”
18 એટલે બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
19 પછી બાથશેબા અદોનિયા વિષે વાત કરવા રાજા સુલેમાંન પાસે ગઈ. અને આવકાર આપવા રાજા ઊભો થઇને પગે લાગ્યો, પછી પાછો રાજ્યાસન પર બેઠો, રાજાએ તેની માંતા માંટે પણ એક આસન લાવવાનો હુકમ કર્યો અને તેણી તેની જમણી બાજુ બેઠી.
1 Kings Chapter 2
20 પછી તેણે કહ્યું, “માંરે તને એક નાની વિનંતી કરવાની છે, ના પાડતો નહિ.”રાજાએ કહ્યું, “કહો, શી વિનંતી છે. માંતાજી? હુ ના નહિ પાડું.”
21 બાથશેબાએ કહ્યું, “શૂનામ્મી અબીશાગનાં લગ્ન તારા ભાઈ અદોનિયા સાથે થાય તો સારું,”
22 રાજા સુલેમાંને તેની માંતાને કહ્યું, “તમે એમ શું કામ પૂછો છો કે, શૂનામ્મી અબીશાગનાં લગ્ન અદોનિયા સાથે થાય! માંરા રાજ્ય માંટે પૂછો, તે એના માંટે પૂછયા બરોબર છે? કારણ, એ માંરો મોટો ભાઈ છે. અને યાજક અબ્યાથાર અને સરૂયા નો પુત્ર યોઆબે તેને ટેકો આપ્યો.”
1 Kings Chapter 2
23 રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે!
24 જે યહોવાએ મને માંરાં પિતા દાઉદની ગાદી પર સ્થિર કરીને સ્થાપ્યો છે, અને જેણે વચન આપ્યા પ્રમાંણે માંરા વંશની સ્થાપના કરી છે. તેના સમ ખાઈને હું કહું છું કે, અદોનિયાને આજે જ મોતને હવાલે કરવામાં આવશે.”
25 તેથી સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને આજ્ઞા કરી, અદોનિયાને માંરી નાખવાની.
1 Kings Chapter 2
26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.”
27 આમ સુલેમાંને યહોવાના યાજકપદેથી અબ્યાથારને પદષ્ટ કર્યો. આમ એલી યાજકના વંશજો વિષે યહોવાએ શીલોહમાં જે વાણી ઉચ્ચારી હતી તે સાચી પાડી.
1 Kings Chapter 2
28 જયારે યોઆબને આ સમાંચાર મળ્યા ત્યારે, તે યહોવાના મંડપ પવિત્રસ્થાનમાં ભાગી ગયો. અને વેદીનાં શિંગ પકડી લીધાં; કારણ, તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો. જો કે આબ્શાલોમનો પક્ષ લીધો નહોતો.
29 રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “યોઆબ યહોવાના પવિત્રમંડપમાં ભાગી ગયો છે, અને ત્યાં વેદી પાસે છે. ત્યારે સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને પૂરો કર.”
1 Kings Chapter 2
30 એટલે બનાયાએ યહોવાના મંડપમાં જઈને કહ્યું, “તને રાજાનો હુકમ છે કે બહાર આવ.”પરંતુ યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.”બનાયાએ રાજાને સમાંચાર આપ્યા કે, યોઆબે મને આમ કહ્યું અને આવો જવાબ આપ્યો,
31 તેથી રાજાએ કહ્યું, “તેના કહ્યા પ્રમાંણે કર. તેને પૂરો કરીને દફનાવી દે; અને મને અને માંરા કુટુંબને, નિદોર્ષ લોકોને માંરીને યોઆબે કરેલા ગુનાહમાંથી મુકત કર.
1 Kings Chapter 2
32 યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિદોર્ષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું.
33 યોઆબ અને તેનાં સંતાનોને માંથે એમના રકતનું પાપ કાયમ રહો, પણ દાઉદને અને તેનાં વંશજોને અને તેના વંશને અને તેની રાજગાદીને યહોવા સદા સુખશાંતિ આપો.”
1 Kings Chapter 2
34 તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો.
35 પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી.
36 એ પછી રાજાએ શિમઇને તેડાવી મંગાવ્યો અને કહ્યું, “તું યરૂશાલેમમાં ઘર બંધાવીને ત્યાં રહે, યરૂશાલેમ છોડીને તારે બીજે જવાનું નથી.
1 Kings Chapter 2
37 જે દિવસે તું શહેર છોડીને કિદ્રોનનું નાળું ઓળંગીશ તે દિવસે જરૂર તારું મોત થવાનું. અને તારા મોત માંટે તું જ જવાબદાર ગણાશે.”
38 શિમઇએ રાજાને કહ્યું, “સારું, હું આપ નામદારની આજ્ઞા મુજબ વતીર્શ,” અને લાંબા વખત સુધી શિમઇ યરૂશાલેમમાં જ રહ્યો.
39 પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે.
1 Kings Chapter 2
40 ત્યારે શિમઇ તુરંત જ ગધેડા પર જીન નાખીને ગુલામોની શોધમાં ગાથમાં આખીશ પાસે જવા ગયો. પછી તે તેઓને ગાથમાંથી પાછા લાવ્યો.
41 જયારે રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “શિમઇ યરૂશાલેમથી ગાથ ગયો હતો; અને પાછો આવી ગયો છે,”
42 પછી માંણસ મોકલીને તેણે તેને બોલાવડાવ્યો અને કહ્યું, “મેં તને યહોવાના સમ નહોતા લેવડાવ્યા, મેં તને સખત ચેતવણી નહોતી આપી કે, તું જે દિવસે શહેર છોડીને બીજે જશે તે દિવસે જરૂર મોંત આવ્યું સમજજે!’ અને તેં કહ્યું હતું કે, “સારું, હું એ પ્રમાંણે કરીશ.”
1 Kings Chapter 2
43 તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું?
44 માંરા પિતા દાઉદ સાથે તેં જે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તે તું બરાબર જાણે છે. યહોવા તને તારાં એ દુષ્ટ કૃત્યો માંટે સજા કરશે;
45 પણ રાજા સુલેમાંન આશીર્વાદિત હશે અને દાઉદની ગાદી યહોવાની હાજરીમાં સદાયને માંટે મજબૂત રીતે સ્થાપિત રહેશે.”
1 Kings Chapter 2
46 ત્યારબાદ યહોયાદાના પુત્ર બનાયાએ રાજાની આજ્ઞા પ્રમાંણે શિમઇને બહાર લઈ જઈને માંરી નાખ્યો. આમ, સુલેમાંનની સત્તા સ્થાપીત થઈ.