Gujarati Bible

Philippians total 4 Chapters

Philippians

Philippians Chapter 2
Philippians Chapter 2

1 ખ્રિસ્તમાં એવી કોઈ રીત છે કે જે થકી હું તમારી પાસે કંઈ માગી શકું? શું તમારો મારા પ્રત્યેનો પ્રેમ મને દિલાસો આપવા તમને પ્રેરણા આપે છે? શું આપણે એક જ આત્માના સહભાગી છીએ? શું તમારામાં કૃપા અને મમતા છે?

2 જો તમારાંમા આ સર્વ હોય, તો હું તમને મારા માટે કંઈક કરવા વિનવું છું. જે મને આનંદથી ભરી દેશે. હું તમારી પાસે માગું છું કે એક જ અને એક સરખા વિશ્વાસમાં તમારા બધાના માનસ એક અને સંગઠીત કરો, એકબીજા પ્રત્યેના પ્રેમ માટે, એકબીજા સાથે સહમત થવાની બાબતમાં અને સમાન હેતુ સાધવા, સાથે રહીને એક અને સમાન વિચારના બનો.

Philippians Chapter 2

3 તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો.

4 તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.

5 તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.

6 ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો. પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો.

Philippians Chapter 2

7 પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું. અને દાસ જેવા બનવાનું કબૂલ્યું. તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો.

8 અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો, તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો.

9 ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો, અને દેવને અનુસર્યો તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઊપર બીરાજમાન કર્યો. તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યુ.

Philippians Chapter 2

10 દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.

11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે.

12 મારા વહાલા મિત્રો, તમે હમેશા આજ્ઞાંકિત રહ્યા છો. હું ત્યાં હતો, ત્યારે હમેશાં તમે દેવને અનુસર્યા છો. જ્યારે હું તમારી સાથે નથી ત્યારે તમે આજ્ઞાંકિત બનો. અને મારી મદદ વગર તમારું તારણ થાય તે વધુ મહત્વનું છે. દેવ પ્રત્યે માન અને ભય જાળવી આમ કરો.

Philippians Chapter 2

13 હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.

14 કોઈ પણ જાતની ફરિયાદ કે વાદવિવાદ વગર બધું કરો.

15 ત્યારે તમે નિર્દોષ અને નિષ્કલંક બનશો. તમે દેવના ક્ષતિહીન સંતાન બનશો. પરંતુ તમે તમારી આજુબાજુ ઘણા જ દુષ્ટ અને અનિષ્ટ લોકોની વચ્ચે રહો છો. આવા લોકોની વચ્ચે, તમે અંધકારની દુનિયામાં ઝળહળતા પ્રકાશ જેવા થાઓ.

Philippians Chapter 2

16 તમે તેઓને જે જીવન આપે છે તેનો ઉપદેશ આપ્યો તેથી જ્યારે ખ્રિસ્ત ફરી પાછો આવશે ત્યારે મને ગૌરવ થશે. કારણ કે હું દોડવાની હરીફાઈમાં હતો અને હું જીત્યો. મારું કામ નિરર્થક ગયું નથી.

17 તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે. તમારા અર્પણ (બલિદાન) સાથે કદાચ મારે મારા રક્તનું (મરણ) અર્પણ પણ આપવું પડે. પરંતુ જો તેમ થાય, તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું; અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ.

Philippians Chapter 2

18 તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો.

19 પ્રભુ ઈસુમાં તિમોથીને તમારી પાસે મોકલવાની હું આશા રાખું છું. તમારા વિષે જાણતા મને ઘણો આનંદ થશે.

20 મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે.

21 બીજા બધાને માત્ર પોતાની જાતમાં રસ છે. તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યમાં રસ નથી.

Philippians Chapter 2

22 તમે જાણો છો કે તિમોથી કેવા પ્રકારનો માણસ છે. જે રીતે એક પુત્ર તેના પિતાની સેવા કરે તે રીતે સુવાર્તાના (પ્રસાર) કાર્યમાં તેણે મારી સાથે સેવા કરી છે.

23 જ્યારે મને ખબર પડશે કે મારું શું થવાનું છે, ત્યારે તરત જ તેને મોક્લવાની મારી યોજના છે.

24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે.

25 એપાફ્રદિતસ ખ્રિસ્તમાં મારો ભાઈ છે. ખ્રિસ્તની સેનામાં તે મારી સાથે સહયોદ્ધો અને મદદગાર છે. જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તમે તેને મારી પાસે મોકલ્યો.

Philippians Chapter 2

26 હવે મેં તેને તમારી પાસે મોકલવાનું નક્કી કર્યુ છે. હું તેને મોક્લું છું કારણ કે તમને મળવાની તેની ખૂબ ઈચ્છા છે. તેની માંદગી વિષે સાંભળવાથી તમે લોકો ચિંતીત છો તેનાથી તે પોતે વ્યગ્ર છે.

27 તે માંદો હતો અને મરણની નજીક હતો. પરંતુ દેવે તેને અને મને મદદ કરી, કે જેથી મને વધુ શોક્નું કારણ ન મળે.

28 તેથી તેને મોકલવાની મારી ઘણી ઈચ્છા છે. જ્યારે તમે તેને જોશો, ત્યારે તમે આનંદીત થશો. અને મને તમારી ચિંતા નહિ થાય.

Philippians Chapter 2

29 પ્રભુના નામે તેને ખૂબ આનંદથી આવકારજો. અને તેના જેવા માણસનું બહુમાન કરજો.

30 તેનું બહુમાન થવું જ જોઈએ કારણ કે ખ્રિસ્તના કાર્યમાં તેણે લગભગ પોતાનો પ્રાણ અર્પણ કરી દીધો. મને મદદ કરવામાં તેણે તેનો જીવ જોખમમાં મૂક્યો. આ એવી મદદ હતી જે તમે મને આપી શક્યા નહોતા.