gujarati Bible

Joshua total 24 Chapters

Joshua

Joshua Chapter 21
Joshua Chapter 21

1. ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા.

2. આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.”

3. આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં:

Joshua Chapter 21

4. કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.

5. બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.

6. ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.

Joshua Chapter 21

7. મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

8. આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.

9. તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં:

10. કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો.

11. તેમને યહૂદાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું કિર્યાથ-આર્બા અનાકના બાપનું નગર. એટલે કે હેબ્રોન અને તેની આજુબાજુનો ગૌચર પ્રદેશ મળ્યો.

Joshua Chapter 21

12. પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા.

13. હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ,

14. યાત્તીર, એશ્તમોઆ,

15. હોલોન, દબીર,

16. આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.

17. બિન્યામીનના કુળસમૂહના ભાગમાંથી તેમણે વંશજો સહિત ચાર શહેરો આપ્યા: ગિબયોન, ગેબા,

18. અનાથોથ અને આલ્મોન:

Joshua Chapter 21

19. આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં.

20. લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.

21. એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં તેઓને શખેમ સુરક્ષાનું શહેરઅને તેનું ગેઝેરને તેનાં ગૌચર,

22. કિબ્સાઈમ અને બેથ-હોરોન: ગૌચરો સહિત ચાર શહેરો.

23. દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન,

24. અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.

25. મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં.

Joshua Chapter 21

26. આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.

27. લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.

28. ઈસ્સાખારના કુળસમૂહ તરફથી તેમને કિશ્યોન, દાબરા

29. યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

30. આશેરના કુટુંબ તરફથી તેમને મિશઆલ, આબ્દોન,

Joshua Chapter 21

31. હેલ્કાથ અને રહોબ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.

32. નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.

33. ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં.

34. લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.

35. દિમ્નાહ અને નાહલાહ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.

Joshua Chapter 21

36. રૂબેનના કુળસમૂહ દ્વારા તેમને બેસેર, યાહાસ, તેમના ગૌચર સાથે મળ્યાં.

37. કદેમોથ, અને મેફાઆથ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

38. ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં.

39. હેશ્બોન અને યાઝેર એમ ગૌચર સહિત કૂલ ચાર નગરો પ્રાપ્ત થયાં.

40. આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.

Joshua Chapter 21

41. આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં.

42. એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં.

43. આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં.

44. આમ યહોવાએ ઇસ્રાએલને તેઓનાં પૂર્વજોને આપેલાં વચન પ્રમાંણે તેમના દેશની ચારે દિશાઓથી સુરક્ષા આપી. તેમના શત્રુઓ તેમના પર આક્રમણ કરી શક્યા નહિ અને તેઓ સુરક્ષિત હતાં. કારણ કે યહોવાએ તેમના બધાજ શત્રુઓને તેઓના હાથમાં સોંપી દીધા હતાં.

Joshua Chapter 21

45. યહોવાએ ઇસ્રાએલી લોકોને આપેલાં દરેક શુભ વચનો પાળ્યાં, દરેક વચન ફળીભૂત થયું.