પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન

Notes

No Verse Added

નિર્ગમન પ્રકરણ 20

1. અને ઇશ્વરે આ સર્વ વચનો બોલતાં કહ્યું, 2. “મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું. 3. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. 4. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. 5. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર, 6. ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું. 7. તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ. 8. સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. 9. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર; 10. પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી; 11. કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો. 12. તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય. 13. તું ખૂન ન કર. 14. તું વ્યભિચાર ન કર. 15. તું ચોરી ન કર. 16. તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. 17. તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.” 18. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા. 19. અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.” 20. અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ” 21. અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો. 22. અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે. 23. મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ. 24. મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ. 25. અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે. 26. તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’
1. અને ઇશ્વરે આ સર્વ વચનો બોલતાં કહ્યું, .::. 2. “મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું. .::. 3. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. .::. 4. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. .::. 5. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર, .::. 6. ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું. .::. 7. તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ. .::. 8. સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. .::. 9. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર; .::. 10. પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી; .::. 11. કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો. .::. 12. તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય. .::. 13. તું ખૂન ન કર. .::. 14. તું વ્યભિચાર ન કર. .::. 15. તું ચોરી ન કર. .::. 16. તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. .::. 17. તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.” .::. 18. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા. .::. 19. અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.” .::. 20. અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ” .::. 21. અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો. .::. 22. અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે. .::. 23. મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ. .::. 24. મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ. .::. 25. અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે. .::. 26. તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’ .::.
  • નિર્ગમન પ્રકરણ 1  
  • નિર્ગમન પ્રકરણ 2  
  • નિર્ગમન પ્રકરણ 3  
  • નિર્ગમન પ્રકરણ 4  
  • નિર્ગમન પ્રકરણ 5  
  • નિર્ગમન પ્રકરણ 6  
  • નિર્ગમન પ્રકરણ 7  
  • નિર્ગમન પ્રકરણ 8  
  • નિર્ગમન પ્રકરણ 9  
  • નિર્ગમન પ્રકરણ 10  
  • નિર્ગમન પ્રકરણ 11  
  • નિર્ગમન પ્રકરણ 12  
  • નિર્ગમન પ્રકરણ 13  
  • નિર્ગમન પ્રકરણ 14  
  • નિર્ગમન પ્રકરણ 15  
  • નિર્ગમન પ્રકરણ 16  
  • નિર્ગમન પ્રકરણ 17  
  • નિર્ગમન પ્રકરણ 18  
  • નિર્ગમન પ્રકરણ 19  
  • નિર્ગમન પ્રકરણ 20  
  • નિર્ગમન પ્રકરણ 21  
  • નિર્ગમન પ્રકરણ 22  
  • નિર્ગમન પ્રકરણ 23  
  • નિર્ગમન પ્રકરણ 24  
  • નિર્ગમન પ્રકરણ 25  
  • નિર્ગમન પ્રકરણ 26  
  • નિર્ગમન પ્રકરણ 27  
  • નિર્ગમન પ્રકરણ 28  
  • નિર્ગમન પ્રકરણ 29  
  • નિર્ગમન પ્રકરણ 30  
  • નિર્ગમન પ્રકરણ 31  
  • નિર્ગમન પ્રકરણ 32  
  • નિર્ગમન પ્રકરણ 33  
  • નિર્ગમન પ્રકરણ 34  
  • નિર્ગમન પ્રકરણ 35  
  • નિર્ગમન પ્રકરણ 36  
  • નિર્ગમન પ્રકરણ 37  
  • નિર્ગમન પ્રકરણ 38  
  • નિર્ગમન પ્રકરણ 39  
  • નિર્ગમન પ્રકરણ 40  
×

Alert

×

gujarati Letters Keypad References